Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હર્ષ સંઘવીએ રૂપાલથી ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા’ શરૂ કરાવી:ગાંધીનગરના ચારેય તાલુકામાં ફરશે, નાગરિક આત્મનિર્ભર બને અને વિકાસની મુખ્યધારા સાથે જોડાવાનો સંદેશ

    10 hours ago

    ગાંધીનગર જિલ્લાના ઐતિહાસિક રૂપાલ ગામ ખાતે આજે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અંતર્ગત ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા’નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે મશાલ પ્રજ્વલિત કરી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે રાજ્યભરમાં આ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સંઘવીએ માતાજીના મંદિરે પૂજન અને આરતી કરી, મશાલ યાત્રા નીકળી હર્ષ સંઘવીએ રૂપાલ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વરદાયિની માતાજીના મંદિરે પૂજન અને આરતી કર્યા બાદ મશાલ યાત્રામાં જનમેદની સાથે ચાલીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા’ને જનસેવા, પારદર્શિતા અને સુશાસનનું પ્રતીક ગણાવી રાજ્યનો દરેક નાગરિક આત્મનિર્ભર બને અને વિકાસની મુખ્યધારા સાથે જોડાય તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લા કક્ષાની આ યાત્રા જિલ્લાના ચારેય તાલુકાઓમાં ભ્રમણ કરશે. નેતાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો કાર્યક્રમમાં જોડાયા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ, ગાંધીનગર ઉત્તરનાં ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, પક્ષ પ્રમુખ અનિલભાઈ પટેલ અને જિલ્લા પ્રભારી રમેશભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી દિગંત બ્રહ્મભટ્ટ, અધિક કલેક્ટર અમિત પરમાર સહિતના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં સરકારી સસ્તા અનાજની શંકાસ્પદ હેરાફેરી ઝડપાઈ:3,000 કિલો ઘઉં સાથે 5 શખ્સોની અટકાયત, રૂ. 6.15 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    ચાર વર્ષથી વળતર ન મળતાં ધરમપુરમાં ખેડૂતોના ધરણાં:પાઇપલાઇન માટે જમીન લેવાઈ, 25 દિવસમાં ચૂકવણીની વહીવટી તંત્રની ખાતરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment