Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલ હોસ્પિટલ ચોકમાં RMC અધિકારીની દાદાગીરી:રાજકોટમાં ગરીબ રેકડી ધારકની ગળચી પકડી ધક્કો મારી ધમકાવતો વીડિયો વાયરલ, તપાસના આદેશો આપવામાં આવ્યા

    10 hours ago

    રાજકોટ શહેરના અત્યંત વ્યસ્ત અને સતત ધમધમતા એવા સિવિલ હોસ્પિટલ ચોક વિસ્તારમાંથી રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના અધિકારીની દાદાગીરી અને જોહુકમી દર્શાવતો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જાહેર રસ્તા પર પોતાના રોજીરોટી કમાવા માટે લારી ઊભી રાખનારા એક ગરીબ રેકડી ધારક સાથે મહાનગરપાલિકાના વિજીલન્સ વિભાગના અધિકારીએ કરેલા અમાનવીય વર્તનનો વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે આ મામલે મનપા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, યુનિફોર્મ પહેરેલો વિજીલન્સ અધિકારી ગરીબ રેકડી ધારકની પાસે પહોંચે છે અને કોઈ પણ જાતની સભ્યતા રાખ્યા વિના સીધો તેના પર હુમલાવર થઈ જાય છે. અધિકારી રેકડી ધારકની ગરદન-ગળચી પકડીને તેને ધક્કે ચડાવે છે અને આક્રમક અંદાજમાં ધમકાવવા લાગે છે. ગરીબ લારીવાળો હાથ જોડીને સતત માફી માંગતો રહે છે અને વિનંતી કરતો નજરે પડે છે, છતાં અધિકારી પોતાની દાદાગીરી ચાલુ રાખે છે. જાહેર જનતા અને ગ્રાહકોની હાજરીમાં બનેલી આ ઘટનામાં અધિકારી માનવતા ભૂલીને ગરીબ માણસ પર પોતાની શૂરવીરતા દાખવતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે. રાજકોટમાં અવારનવાર દબાણ હટાવ શાખા અને વિજીલન્સ ટીમ દ્વારા નાના વેપારીઓ અને રેકડી ધારકો પર આ પ્રકારે રોફ જમાવવામાં આવતો હોવાના અને જોહુકમી ચલાવાતી હોવાના વીડિયો વાયરલ થતા રહે છે. નિયમ મુજબની કામગીરી કરવાને બદલે ગરીબ રોજીરોટી કમાતા લોકો પર બળપ્રયોગ કરવો અને અપમાનજનક વર્તન કરવું તે તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરે છે. આ વીડિયો વાયરલ થયા બાદ હવે મ્યુનિસિપલ કમિશનર આ મામલે કેવા પ્રકારની કડક કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. આ મામલે દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં દબાણ હટાવ વિભાગના અધિકારી કેપ્ટન બારૈયાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાનાં માધ્યમથી આ વીડિયો મારા ધ્યાનમાં આવ્યો છે. આખો ઘટના ત્રણેક દિવસ પહેલાનો અને અધિકારીનું નામ વલ્લભભાઈ રાવત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલ ચોક 24 કલાક ટ્રાફિકથી ધમધતો હોય છે. તેમ છતાં રેકડી ધારકે પણ રસ્તા ઉપર લારી રાખી હતી. જોકે અધિકારી જે રીતે વાત કરી રહ્યા છે તે પણ યોગ્ય લાગતું નથી. ત્યારે સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જેની જવાબદારી હશે તેની સામે નિયમ મુજબ કડક પગલાં લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    19 સપ્ટેમ્બરનું અંકફળ:અંક 1 ના જાતકોને બિઝનેસમાં નવા સોદા મળશે, અંક 6 ના જાતકોએ લક્ષ્ય હાંસલ કરવા
    Next Article
    DGFT ના નિર્ણયથી સુરતના નાના ડાયમંડ એક્સપોર્ટર્સને મોટો ફાયદો:કુરિયર કે ટપાલથી 3 લાખ સુધીના હીરા વિદેશ મોકલવા RCMCની જરૂર નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment