Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CA ફાઉન્ડેશનનું સપ્ટેમ્બર-2026ની પરીક્ષાનું પરિણામ જાહેર:પરિણામ 20.94 ટકા, મેની સરખામણીએ 3.61 ટકાનો ઉછાળો નોંધાયો, ઓલ ઈન્ડિયાનું પરિણામ 18.93 ટકા આવ્યું

    1 day ago

    ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા લેવાયેલી CA ફાઉન્ડેશન સપ્ટેમ્બર-2026ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રનું પરિણામ 20.94 ટકા નોંધાયું છે, જે 18.93 ટકાના ઓલ ઇન્ડિયા સરેરાશ પરિણામ કરતાં 2.01 ટકા વધુ રહ્યું છે. ખાસ કરીને પાછલી મે 2026ની પરીક્ષાની તુલનાએ અમદાવાદ કેન્દ્રના પરિણામમાં 3.61 ટકાનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેને પગલે વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદોમાં ખુશીનો માહોલ છે. અમદાવાદમાંથી 751 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ, દેવમ સંઘવી સિટી ટોપર બન્યો આંકડાકીય વિગતો મુજબ, સપ્ટેમ્બર-2026ની પરીક્ષામાં અમદાવાદ કેન્દ્ર પરથી કુલ 3,587 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 751 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થયા છે. બીજી તરફ, સમગ્ર દેશમાંથી 1,04,240 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી 19,736 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં ઓલ ઇન્ડિયા પરિણામ 18.93 ટકા નોંધાયું છે. પરિણામમાં ઝળહળતી સિદ્ધિ મેળવતાં અમદાવાદના દેવમ સંઘવીએ શહેરમાં પ્રથમ રેન્ક હાંસલ કર્યો છે, જ્યારે શૈવલ સુતરીયાએ ઓલ ઇન્ડિયા 20મો ક્રમાંક અને અમદાવાદ કેન્દ્ર પર બીજો રેન્ક પ્રાપ્ત કરીને શહેરનું ગૌરવ વધાર્યું છે. પાછલી પરીક્ષાઓની તુલનામાં અમદાવાદ કેન્દ્રના પરિણામમાં સુધારો અગાઉની પરીક્ષાઓના ટ્રેન્ડ પર નજર કરીએ તો, મે 2026ની પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રનું પરિણામ 17.33 ટકા રહ્યું હતું, જેમાં 2,602 પરીક્ષાર્થીઓમાંથી 451 પાસ થયા હતા અને રાષ્ટ્રીય પરિણામ 20.09 ટકા નોંધાયું હતું. તે પૂર્વે જાન્યુઆરી 2026ની પરીક્ષામાં અમદાવાદનું પરિણામ 20.55 ટકા આવ્યું હતું, જેમાં નોંધાયેલા 3,937 વિદ્યાર્થીઓમાંથી 809 સફળ રહ્યા હતા અને દેશભરમાં 1,09,694માંથી 21,099 ઉત્તીર્ણ થતાં રાષ્ટ્રીય સરેરાશ 19.23 ટકા રહી હતી. મે મહિનાની સરખામણીએ સપ્ટેમ્બરની પરીક્ષામાં અમદાવાદના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન દાખવી રાષ્ટ્રીય સ્તર કરતાં પણ આગળ સ્થાન મેળવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    'હું તારા બાપનો નોકર નથી કે, રાત્રે આવી જાઉં':મદદ DCPને ફોન કરનાર યુવક અને ભાઈને પોલીસ સ્ટેશનમાં માર મારવાના કેસમાં PI લાઠીયા સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ, યુવકના કાનનો પડદો ફાટી ગયો હતો
    Next Article
    આકાશમાં રંગબેરંગી ફટાકટડાની રંગોળી:RMC દ્વારા આયોજિત ભવ્ય આતશબાજી કાર્યક્રમમાં હજારો લોકોએ સતત એક કલાક ફૂટી રહેલા ફટાકડાની અવનવી વેરાયટી નિહાળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment