Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની કન્ટેમ્પ અરજી નકારતી હાઇકોર્ટ:આંબલીયાએ આક્ષેપ કર્યો હતો કે DCP અને PI એ ઝાડ સાથે બાંધીને માર્યા હતા

    3 days ago

    કોંગ્રેસ નેતા પાલ આંબલિયા દ્વારા વર્ષ 2021 માં ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં વ્યક્તિની ધરપકડ અને તે પછીની કાર્યવાહી અંગે રજૂઆતો કરવામાં આવી હતી. DCP જયદીપસિંહ PI હિતેશ ગઢવી અને PI વિક્રમ વણઝારા સામે આંબલિયાએ અરજી દાખલ કરી હતી. જેમાં પક્ષકાર તરીકે તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને પણ જોડવામાં આવ્યા હતા. DCP અને PI એ ઝાડ સાથે બાંધીને માર્યા હતા આંબલિયાએ જણાવ્યું હતું કે, તેઓ ગુજરાત કોંગ્રેસના દેવભૂમિ દ્વારકાના ખેડૂત નેતા છે. વર્ષ 2020 માં તેમની સામે પ્રદ્યુમન નગર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યાં તેમને પોલીસ સ્ટેશનથી બોલાવીને જામીન આપી દેવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે તેઓ પોલીસ સ્ટેશનથી પરત ફરતા હતા, ત્યારે તેમને અંગૂઠો લેવાનો છે તેમ કહીને ફરીથી પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. જેથી તેમને પોલીસ કમિશનર કચેરીએ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં DCP જયદીપસિંહ અને PI હિતેશ ગઢવીએ તેમને ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. PIએ ફરિયાદ લેવાની ના પાડી હતી તે પછી તેમની પર જુદા જુદા કેસ કરવામાં આવ્યા હતા. પાલ આંબલિયાએ આ સંદર્ભે મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોધાઇ હતી. તેઓએ પ્રદ્યુમન નગર પોલીસ મથકે DCP અને માર મારનાર PI હિતેશ ગઢવી સામે પોલીસ ફરિયાદ આપવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસ સ્ટેશનના PI વિક્રમ વણઝારાએ ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી. તેઓએ આ અંગે કમિશનરને પણ રજૂઆત કરી હતી. આ ઉપરાંત DGP ને પત્ર લખ્યો હતો. ત્યાં ગાંધીનગર સેક્ટર 21 પોલીસે તેમને ડિટેઇન કર્યા હતા. પોલીસે આક્ષેપિત કર્મચારીઓ સામે FIR નોંધી હતી આંબલિયાના જણાવ્યા મુજબ તેમનું સ્ટેટમેન્ટ પણ લેવામાં આવ્યું ન હતું. આ કેસ જ્યારે પેન્ડિંગ હતો, ત્યારે પોલીસે આક્ષેપિત કર્મચારીઓ સામે FIR નોંધી હતી. પરંતુ તેમાં પણ મેજિસ્ટ્રેટ સમક્ષ આ સમરી ભરી દીધી હતી. જે મુજબ અન્ય એક DCP એ કરેલી તપાસમાં પ્રથમદર્શી રીતે કસ્ટોડિયલ માર મરાયાનું સામે આવ્યું નથી. જો કે ડોક્ટરના સારવારના પ્રમાણપત્રો કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. હાઇકોર્ટે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની કન્ટેમ્પ અરજી નકારી ચાર પોલીસ કર્મચારી સામે ફરિયાદ સંદર્ભે A સમરીમાં પૂરતા પુરાવા નહીં મળી આવ્યા અને ગુનો બન્યો છે, પરંતુ આરોપી ઓળખાયા નથી તે પ્રમાણેની સમરી ભરવામાં આવી છે. જ્યારે સામા પક્ષકારોના વકીલે જણાવ્યું હતું કે આ મુદ્દે JMFC કોર્ટ સમક્ષ કાર્યવાહી પેન્ડિંગ છે. આરોપીએ સામે કોઈ પ્રથમદર્શી પુરાવા નથી. CID ક્રાઈમ બ્રાન્ચે પણ આ બાબતે તપાસ કરી હતી. આ ઘટનાના કોઈ CCTV પણ નથી. કોઈ એટ્રોસિટી આચરવામાં આવી નથી કે તેની કોઈ સાબિતી પણ નથી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે આ બાબતે કોઈ પ્રથમદર્શી પુરાવા નથી, JMFC કોર્ટ સમક્ષ આ મુદ્દો પેન્ડિંગ છે, ત્યારે આ અરજીને નકારવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    દાવો- ઈરાની સેનાએ અમેરિકી હેલિકોપ્ટરને તોડી પાડ્યું:ફાઇટર જેટ પાઇલટની શોધમાં ઘૂસ્યું હતું; ઈરાને પાઇલટને જીવતો પકડવા પર ઇનામ રાખ્યું
    Next Article
    Yuvraj Makes Massive Revelation On India Retirement, Namedrops Dhoni

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment