Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાની ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર:7 કેડરની 249 જગ્યાઓનું પરિણામ જાહેર થતાં ઉમેદવારોનું ભાગ્ય ચમક્યું, ક્યાંક ખુશી તો ક્યાંક નિરાશા

    1 day ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે અગાઉ લેવામાં આવેલી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું સત્તાવાર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. મનપા તંત્ર દ્વારા તબક્કાવાર હાથ ધરવામાં આવેલી આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 7 અલગ-અરગ કેડરની 249 જગ્યાઓ માટે આ પરીક્ષા યોજાઈ હતી. આ સમગ્ર ભરતી પ્રક્રિયામાં કુલ 21,566 ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક અરજી કરી હતી, જેમાંથી 11,650 ઉમેદવારો પ્રત્યક્ષ રીતે લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારોમાં 'કહીં ખુશી કહીં ગમ' જેવો માહોલ મનપાની અધિકૃત વેબસાઇટ પર પરિણામ જાહેર થતાંની સાથે જ પરીક્ષા આપનાર હજારો ઉમેદવારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. આ પરિણામમાં સફળતા મેળવનાર ઉમેદવારો અને તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે અપેક્ષા મુજબનું પરિણામ ન મેળવી શકનારા ઉમેદવારોમાં નિરાશા પણ પ્રવર્તી રહી છે. આમ, લાંબી રાહ જોયા બાદ આવેલા આ પરિણામોને કારણે ઉમેદવારોમાં 'કહીં ખુશી કહીં ગમ' જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મનપા દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર વિગતો મુજબ, વિવિધ સંવર્ગોની જગ્યાઓ અને તેમાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોની વિગતવાર માહિતી નીચે મુજબ છે. ટેક્નિકલ ઓફિસરની 4 જગ્યાઓ માટે 1,483 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી 742 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. લેબોરેટરી ટેક્નિશિયનની 40 જગ્યાઓ માટે 4,646 અરજીઓ સામે 2,879 ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. 3,382 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી સુપરવાઇઝર (કોમ્પ્યુટર)ની 12 જગ્યાઓ માટે 2,584 ઉમેદવારોએ અરજી કરી હતી, જેમાંથી 1,639 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જુનિયર એનાલિસ્ટની 7 જગ્યાઓ સામે 1,242 અરજીઓ મળી હતી અને 690 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જુનિયર ફાર્માસિસ્ટની 70 જગ્યાઓ માટે 3,780 અરજીઓમાંથી 2,084 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. આસિસ્ટન્ટ ઓડિટરની 4 જગ્યાઓ માટે 379 અરજીઓ આવી હતી, જેની સામે 234 ઉમેદવારો પરીક્ષા આપવા ઉપસ્થિત રહ્યા હતા. આ તમામમાં ટેકનિકલ આસિસ્ટન્ટની સૌથી વધુ 112 જગ્યાઓ માટે સૌથી વધુ 7,452 ઉમેદવારોએ અરજી કરી હતી, જેમાંથી 3,382 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. સુરત મનપા દ્વારા પારદર્શક રીતે લેવાયેલી આ પરીક્ષાઓના પરિણામો જાહેર થવાથી આગામી સમયમાં વિવિધ વિભાગોમાં ખાલી પડતી જગ્યાઓ પર લાયક ઉમેદવારોની નિયુક્તિનો રસ્તો સાફ થઈ ગયો છે. સફળ થયેલા ઉમેદવારોમાં આગામી દસ્તાવેજ ચકાસણી અને આગળની પ્રક્રિયાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    આકાશમાં રંગબેરંગી ફટાકટડાની રંગોળી:RMC દ્વારા આયોજિત ભવ્ય આતશબાજી કાર્યક્રમમાં હજારો લોકોએ સતત એક કલાક ફૂટી રહેલા ફટાકડાની અવનવી વેરાયટી નિહાળી
    Next Article
    Aaryavir Sehwag Stars As India Crush Nepal By 10 Wickets In U-19 Asia Cup

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment