Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ બંદરે RKEC કંપની સામે ધારાસભ્યની જનતા રેડ:જેટીના કામમાં ગેરરીતિ અને રોયલ્ટી ચોરીના આક્ષેપો, ઓવરલોડ ટ્રકોની તપાસ

    12 hours ago

    ગીર સોમનાથના વેરાવળ બંદરે જેટી નિર્માણના કામમાં ગંભીર ગેરરીતિ અને કાયદાના ઉલ્લંઘનનો આરોપ મૂકી સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ RKEC કંપની સામે સરપ્રાઈઝ જનતા રેડ પાડી હતી. ધારાસભ્યએ કંપની પર ઓવરલોડ વાહનોનું પરિવહન, ખનીજ રોયલ્ટીની ચોરી અને નિયમોના ખુલ્લા ભંગના ગંભીર આક્ષેપો કર્યા છે. સ્થળ પરથી ઓવરલોડ ટ્રકો અને કાકરી-રેતી જેવા ખનીજના સ્ટોકયાર્ડની સ્થળ તપાસ કરીને માપણી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓની હાજરી અને કલેક્ટરને રજૂઆત લાંબા સમયથી ઓવરલોડ વાહનો અને રોયલ્ટી વગર ખનીજની હેરફેર થતી હોવાની સ્થાનિક ફરિયાદો મળતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. જનતા રેડ દરમિયાન ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ RTO અધિકારીઓ સમયસર હાજર ન થતાં ધારાસભ્યએ જિલ્લા કલેક્ટરને જાણ કરી હતી. કલેક્ટર દ્વારા ભારે વાહનોના પરિવહન અંગે બહાર પાડવામાં આવેલા પરિપત્રનું કંપની દ્વારા ઉલ્લંઘન કરાતું હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. કંપની સામે FIR અને કડક દંડની માગણી તપાસ દરમિયાન કેટલાક વાહનોમાં નંબર પ્લેટ, વીમો કે જરૂરી કાયદાકીય દસ્તાવેજો ન હોવાનું સામે આવતાં તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસની માંગ કરાઈ છે. ધારાસભ્યએ સમગ્ર મામલે કંપની સામે તાત્કાલિક FIR નોંધવા, ખનીજ ચોરી સાબિત થાય તો ભારે દંડ ફટકારવા અને કાયદેસરની કડક કાર્યવાહી કરવા માગ કરી છે. હાલ તંત્ર દ્વારા તૈયાર કરાનારા તપાસ રિપોર્ટ પર સૌની નજર મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં દારૂ ભરેલી કારે 5 વાહનોને અડફેટે લીધા:2 ઈજાગ્રસ્ત; રૂરલ પોલીસે ચાલકને ગણતરીના કલાકોમાં પકડ્યો
    Next Article
    પાટણ યુનિવર્સિટીમાં ક્રિસ્ટલોગ્રાફી અને ડ્રગ ડિઝાઇન પર સેમિનાર:13 થી 15 ઓક્ટોબર દરમિયાન 53મા રાષ્ટ્રીય સંમેલનમાં 43 વૈજ્ઞાનિકો, 245 પ્રતિનિધિઓ ભાગ લેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment