Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ યુનિવર્સિટીમાં ક્રિસ્ટલોગ્રાફી અને ડ્રગ ડિઝાઇન પર સેમિનાર:13 થી 15 ઓક્ટોબર દરમિયાન 53મા રાષ્ટ્રીય સંમેલનમાં 43 વૈજ્ઞાનિકો, 245 પ્રતિનિધિઓ ભાગ લેશે

    12 hours ago

    પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં તારીખ 13, 14 અને 15 ઓક્ટોબર દરમિયાન ક્રિસ્ટલોગ્રાફી અને ડ્રગ ડિઝાઇન પર ત્રણ દિવસીય 53મા નેશનલ સેમિનાર (NSCDD)નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ પ્રકારનો કાર્યક્રમ અંદાજે 12 વર્ષ બાદ બીજી વખત યોજાઈ રહ્યો છે, જેમાં દેશભરમાંથી ખ્યાતનામ વૈજ્ઞાનિકો અને સંશોધકો એકત્ર થશે. ઈન્ડિયન ક્રિસ્ટલોગ્રાફી એસોસિએશન (ICA)ના ઉપક્રમે પ્રતિવર્ષ દેશના વિવિધ સ્થળોએ યોજાતો વાર્ષિક સેમિનાર આ વખતે યુનિવર્સિટી ખાતે આયોજિત કરાયો છે. અગાઉ આશરે 12 વર્ષ પહેલાં એસપી યુનિવર્સિટીમાં આ પરિષદ યોજાઈ હતી. આ 53મા રાષ્ટ્રીય સેમિનારમાં સમગ્ર દેશમાંથી લગભગ 43 જેટલા આમંત્રિત વક્તાઓ ઉપસ્થિત રહેશે. જેમાં એઈમ્સના પ્રોફેસર ટીપી સિંહ, અન્ના યુનિવર્સિટી મદ્રાસના પ્રોફેસર જયવેલ, જમ્મુ યુનિવર્સિટીના પ્રોફેસર રજનીકાંત સહિત વેંદાગેસન, મનોજ, અલકા ગર્ગ, પુનીત કૌર, રવિન્દર કુમાર, સ્મિતા ચતુર્વેદી અને શ્રીધર પ્રસાદ જેવા વૈજ્ઞાનિકો ભાગ લેશે. સેમિનારમાં 200ની ક્ષમતા સામે કુલ 245 જેટલા નોંધાયેલા સહભાગીઓ ઉપસ્થિત રહેશે, જેમાં મુખ્યત્વે પીએચડી સંશોધકો અને ભૌતિક વિજ્ઞાન શિક્ષણ સાથે જોડાયેલા અધ્યાપકોનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન ઈન્ડિયન ક્રિસ્ટલોગ્રાફી એસોસિએશન તરફથી પ્રોફેસર આર. ચિદમ્બરમ અને પ્રોફેસર વિજયનના નામે બે પ્રતિષ્ઠિત એવોર્ડ પણ એનાયત કરવામાં આવશે. પરિષદના સુચારુ સંચાલન માટે રહેઠાણ, પરિવહન, ભોજન અને મંચ વ્યવસ્થા સહિતની વિવિધ સમિતિઓ કાર્યરત કરવામાં આવી છે. બહારથી આવેલા સહભાગીઓ માટે રાણકી વાવ, સહસ્રલિંગ તળાવ અને પટોળા હાઉસ સહિતના ઐતિહાસિક સ્થળોની મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સ્થાનિક વાનગી દેવડાને કિટમાં સ્થાન અપાયું છે. યુનિવર્સિટી તથા સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના રજિસ્ટ્રેશન ચાર્જ વિના આ વ્યાખ્યાનોમાં ઉપસ્થિત રહી શકશે. તેમજ પ્રથમ દિવસે સમગ્ર યુનિવર્સિટી પરિવાર માટે ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ બંદરે RKEC કંપની સામે ધારાસભ્યની જનતા રેડ:જેટીના કામમાં ગેરરીતિ અને રોયલ્ટી ચોરીના આક્ષેપો, ઓવરલોડ ટ્રકોની તપાસ
    Next Article
    ધંધુસર ડેમમાંથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળ્યો:મગરોના વસવાટ વચ્ચે ફાયર ટીમે જીવના જોખમે મૃતદેહ બહાર કાઢ્યો;આધેડની ઓળખ મેળવવા જૂનાગઢ પોલીસની સઘન તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment