Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધંધુસર ડેમમાંથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળ્યો:મગરોના વસવાટ વચ્ચે ફાયર ટીમે જીવના જોખમે મૃતદેહ બહાર કાઢ્યો;આધેડની ઓળખ મેળવવા જૂનાગઢ પોલીસની સઘન તપાસ

    13 hours ago

    જૂનાગઢ તાલુકાના ધંધુસર ગામના ડેમમાંથી એક અજાણ્યા આધેડ વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ડેમના પાણીમાં મૃતદેહ તરતો હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગ તેમજ પોલીસ તંત્રને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. મગરોના વસવાટ વચ્ચે ફાયર ટીમનું સાહસિક ઓપરેશન ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ડેમમાં મોટી સંખ્યામાં મગરોનો વસવાટ હોવાથી મૃતદેહ બહાર કાઢવો અત્યંત જોખમી અને પડકારજનક હતો. આમ છતાં, ફાયર જવાનોએ પોતાના જીવની પરવા કર્યા વગર બહાદુરીપૂર્વક કામગીરી હાથ ધરી મગરોના જાવા વચ્ચેથી મૃતદેહને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. મૃતકની ઓળખ મેળવવા પોલીસની સઘન તપાસ મૃતદેહ બહાર કાઢ્યા બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તેનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તો મૃતક આધેડ કોણ છે, તેમની ઓળખ શું છે તથા ડેમ સુધી કેવી રીતે પહોંચ્યા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. મોત ડૂબી જવાથી થયું છે કે અન્ય કોઈ કારણસર, તે પીએમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    પાટણ યુનિવર્સિટીમાં ક્રિસ્ટલોગ્રાફી અને ડ્રગ ડિઝાઇન પર સેમિનાર:13 થી 15 ઓક્ટોબર દરમિયાન 53મા રાષ્ટ્રીય સંમેલનમાં 43 વૈજ્ઞાનિકો, 245 પ્રતિનિધિઓ ભાગ લેશે
    Next Article
    ઇડરની સગીરા પર દુષ્કર્મ કેસમાં એકને 10 વર્ષની સજા:પીડિતાને 1 લાખ રૂપિયા વળતર ચૂકવવા કોર્ટનો આદેશ, અન્ય બેને મારામારીના ગુનામા સજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment