Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇડરની સગીરા પર દુષ્કર્મ કેસમાં એકને 10 વર્ષની સજા:પીડિતાને 1 લાખ રૂપિયા વળતર ચૂકવવા કોર્ટનો આદેશ, અન્ય બેને મારામારીના ગુનામા સજા

    11 hours ago

    ઇડર તાલુકાના જૂના ગોલવાડા ગામે સગીરા પર દુષ્કર્મ કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. મુખ્ય આરોપી ગોવિંદજી પ્રતાપજી ઠાકોરને 10 વર્ષની સખત કેદ અને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગોવિંદજી પ્રતાપજી ઠાકોર, વિષ્ણુજી પ્રતાપજી ઠાકોર અને પ્રતાપજી કચરાજી ઠાકોરને મારામારી અને ઈજા પહોંચાડવાના ગુનામાં પણ સજા થઈ છે. કોર્ટે પીડિતાને 1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ઘટના વર્ષ 2024માં બની હતી. સગીરા ઘરેથી ગુમ થયા બાદ રડતી હાલતમાં મળી હતી. તેણે પરિવારજનોને જણાવ્યું કે ગોવિંદજી ઠાકોરે તેને ફોન કરીને બોલાવી અને ઇકો કારમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે પરિવારજનો ગોવિંદજીને ઠપકો આપવા ગયા, ત્યારે ત્રણેય આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ લોકોને ઈજા થઈ હતી. ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચાર્જશીટ રજૂ કરી હતી. ન્યાયાધીશ એમ.વાય. રાધનપુરવાલાએ સરકારી વકીલ નિકેશ બારોટ દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને આ ચુકાદો આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ધંધુસર ડેમમાંથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળ્યો:મગરોના વસવાટ વચ્ચે ફાયર ટીમે જીવના જોખમે મૃતદેહ બહાર કાઢ્યો;આધેડની ઓળખ મેળવવા જૂનાગઢ પોલીસની સઘન તપાસ
    Next Article
    પીપળજ પાસે ખુલ્લી ગટરમાં બાળકી પડી:10 વર્ષની માસૂમ 40 ફૂટ ઉંડી ડ્રેનેજમાં ખાબકી, રેસ્કયૂ ઓપરેશન શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment