Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંહ બાદ હવે દીપડાના હુમલામાં 5 વર્ષની બાળકીનું મોત:જૂનાગઢમાં ફળિયામાં રમતી પ્રિશાને ખેતરમાં ખેંચી ગયો, 2 કલાકે મૃતદેહ મળ્યો; રડી રડીને પરિવાર બેહાલ

    12 hours ago

    જૂનાગઢ જિલ્લામાં સિંહ બાદ હવે દીપડાના આતંકથી ફફડાટ ફેલાયો છે. ​મેંદરડા તાલુકાના ડેડકિયાળ ગામમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત થયું છે. થોભણભાઈ કોરાટની વાડીમાં ભાગીયા તરીકે રહી ખેતીકામ કરતા પરિવારની પાંચ વર્ષની બાળકી પ્રિશા રાત્રે 11 વાગ્યાની આસપાસ ફળિયામાં રમી રહી હતી ત્યારે અચાનક દીપડો ત્રાટક્યો હતો અને તેને ઉઠાવી ખેતર તરફ લઈ ગયો હતો. આ ઘટના બાદ સોયાબીનના ખેતરમાં શોધખોળ કરતા બે કલાકે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના કારણે માતા-પિતા સહિત પરિવારના સભ્યના રડી રડીને બેહાલ થયા છે. જ્યારે દીપડો પાંજરે ન પૂરાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારનો પણ ઈન્કાર કર્યો છે. ​મૃતકના કાકા કેતનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ઘરની સામે જ મારા ભાઈની છોકરી રમી રહી હતી ત્યારે દીપડો તેને ઉપાડીને ભાગી ગયો હતો, ત્યારબાદ ગામના લોકો ભેગા થઈને શોધખોળ કરતા આશરે દોઢ-બે કલાકે દીકરીની લાશ મળી આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, અમારે ન્યાય જોઈએ છે અને પહેલા દીપડાને પકડવામાં આવે તથા તેને પકડ્યા પછી જ બાળકીની લાશ સ્વીકારવામાં આવશે, તેમજ ગરીબ પરિવાર હોવાથી સરકાર દ્વારા 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે તેવી અમારી માંગ છે. ​પરેશભાઈએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મારો ભાઈ અહીં ભાગિયું રાખીને મજૂરી કામ કરે છે અને અચાનક છોકરાઓ રમી રહ્યા હતા ત્યારે દીપડો 5 વર્ષની ઉંમરની પ્રિશા નામની છોકરીને ઉપાડી ગયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે ગામના લોકો ભેગા થતાં છોકરીની લાશ મળી ગઈ છે અને દીપડાએ તેને મારી નાખી છે, તેથી અમારી મુખ્ય માંગ એ છે કે નાના માણસોને ન્યાય મળે અને પહેલા દીપડાને પકડવામાં આવે પછી જ અમે લાશ સ્વીકારીને અંતિમ વિધિ માટે આપીશું. ​સ્થાનિક લોકો અને ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, વન વિભાગ ઘોર નિંદ્રામાં સૂતું હતું અને ઘટનાની જાણ કરવા છતાં બે કલાક બાદ વન વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી. બાળકીના મોતને પગલે ગ્રામજનો અને પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ​ડેડકિયાળ રેન્જમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા એચ.ડી.ગળચરે જણાવ્યું હતું કે, ડેડકિયાળએ દેવળિયા રેન્જ હેઠળ આવે છે અને ગામમાંથી બાળકીને દીપડા દ્વારા ઈજા પહોંચાડી ઘસડી જવાની માહિતી મળતા જ સ્થાનિક લોકો સાથે સંકલન કરી દેવળિયા રેન્જને જાણ કરવામાં આવી હતી. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી આજુબાજુની ચારેય રેન્જનો સ્ટાફ તાત્કાલિક બોલાવી લેવાયો હતો અને દીપડાને પકડવા હાલ 10 પાંજરા ગોઠવી 30થી 35 વન વિભાગનો સ્ટાફ કામગીરી કરી રહ્યો છે, તેમજ વન વિભાગ મોડું પહોંચ્યું હોવાના આક્ષેપો ફગાવતા તેમણે કહ્યું કે સ્ટાફ અગાઉથી જ હાજર રહી શોધખોળ કરી રહ્યો હતો અને સરકારી નિયમ મુજબ વળતર તેમજ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા માટે પરિવારજનો સહકાર આપે તેવી અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    'भीड़ ने धक्का देकर निकाला', यमुना एक्सप्रेसवे पर आग की लपटों से घिरी बस, मौत को मात देने वाले यात्रियों ने बताया मंजर
    Next Article
    સોગંદનામું ખોટું આપીને સ્લમના લાભાર્થી બનવાના ગંભીર કેસમાં સંગઠન સક્રિય:કરોડપતિ ડેપ્યુટી મેયર દક્ષાબેનના નટરાજનગર આવાસ કૌભાંડમાં પ્રદેશ ભાજપે માગ્યો રિપોર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment