Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગર પંચાયતમાં નવનિયુક્ત સદસ્યો માટે તાલીમ:RGSA યોજના હેઠળ ક્ષમતા નિર્માણ વર્ગનું આયોજન

    10 hours ago

    મહીસાગર જિલ્લા પંચાયત ખાતે નવનિયુક્ત તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો માટે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) યોજના હેઠળ 'ક્ષમતા નિર્માણ વર્ગ'નું આયોજન કરાયું હતું. પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત કરવા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમના કાર્યોથી માહિતગાર કરવાના ઉદ્દેશ્યથી આ વર્ગ યોજાયો હતો. આ વર્કશોપમાં મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન પુવાર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, તાલુકા પંચાયતના પ્રમુખો, ઉપપ્રમુખો, વિવિધ સમિતિઓના અધ્યક્ષઓ અને મોટી સંખ્યામાં નવનિયુક્ત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવારના સંબોધનથી થયો હતો. તેમણે ગુરુપૂર્ણિમાના અવસરનો ઉલ્લેખ કરી લોકસેવાના કાર્યો માટે યોગ્ય પ્રશિક્ષણ મેળવી સુસજ્જ થવા પ્રોત્સાહિત કર્યા હતા. આ વર્કશોપમાં 'વિકસિત ભારત- ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) VB-G RAM G અધિનિયમ 2025' અંગે પણ માહિતી અપાઈ હતી. તાલીમ વર્ગમાં નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા પંચાયતી રાજની મૂળભૂત વિભાવનાઓ પર માર્ગદર્શન અપાયું હતું. જેમાં ગ્રામ પંચાયતોની વિવિધ ફરજો, ભૂમિકાઓ અને વહીવટી જવાબદારીઓનો સમાવેશ થાય છે. વધુમાં, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) અને લોકલાઇઝ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (LSDGs) હાંસલ કરવામાં ગ્રામ પંચાયતની સક્રિય ભૂમિકા, 15મા નાણાપંચના અધિનિયમો અને સરકારી માર્ગદર્શિકાઓની સમજ, તેમજ પંચાયતી રાજના 29 વિષયો અને તેના અમલીકરણમાં પંચાયતની ભૂમિકા જેવા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી (QA) સત્ર યોજાયું હતું, જેમાં સદસ્યોએ અન્ય સરકારી યોજનાઓ અને તેના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા વિશે વિસ્તૃત માહિતી મેળવી. આ વર્કશોપ નવનિયુક્ત સદસ્યોના જ્ઞાન અને વહીવટી કુશળતામાં વધારો કરવા માટે મદદરૂપ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    આરોગ્ય વિભાગ એક્શન મોડમાં:ગાંધીનગરમાં મેઘરાજાના વિરામ બાદ રોગચાળો નાથવા 110 ટીમો મેદાનમાં, 12 હજાર ઘરોમાં સર્વે
    Next Article
    સૌરાષ્ટ્રની રેલ સુવિધા વધારો:રાજકોટ અને સૌરાષ્ટ્રના રેલવે મુસાફરોની સુવિધા માટે પૂર્વ મંત્રીનો પોકાર, કેન્દ્રીય રેલવે મંત્રીને પત્ર લખી વંદેભારત સહિતના મુદ્દે રજુઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment