Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્રની રેલ સુવિધા વધારો:રાજકોટ અને સૌરાષ્ટ્રના રેલવે મુસાફરોની સુવિધા માટે પૂર્વ મંત્રીનો પોકાર, કેન્દ્રીય રેલવે મંત્રીને પત્ર લખી વંદેભારત સહિતના મુદ્દે રજુઆત કરી

    11 hours ago

    રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારના મુસાફરોની સુવિધા તેમજ રેલ કનેક્ટિવિટી વધારવાના હેતુથી પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને મહત્વની રજૂઆતો કરી છે. રાજકોટ સૌરાષ્ટ્રનું સૌથી મોટું વાણિજ્યિક અને ઔદ્યોગિક કેન્દ્ર હોવાથી પ્રજાની લાંબા સમયની પડતર માંગણીઓ સત્વરે સંતોષવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. પત્રમાં મુખ્યત્વે ચાર મહત્વના મુદ્દાઓ પર ધ્યાન દોરવામાં આવ્યું છે. જેમા સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ બોટાદને બદલે રાજકોટ થઈને ચલાવવા માંગ કરાઈ છે. ભાવનગર-શ્રી નાથદ્વારા વંદે ભારત ટ્રેનનું ઓરિજિન રાજકોટથી કરવા કે રાજકોટ-શ્રીનાથદ્વારા વચ્ચે નવી વંદે ભારત શરૂ કરવા રજૂઆત કરાઈ છે. કોવિડ બાદ સૌરાષ્ટ્ર મેઇલનો રાજકોટથી ઉપડવાનો સમય બપોરે 15:45 કલાકનો કરાયો છે, જેને બદલે જૂનો સમય સાંજે 18:05 કરવાનો અનુરોધ કરાયો છે. જામનગર-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસમાં ભીડને ધ્યાને રાખી એસી અને નોન-એસી કોચ વધારવા માંગ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં આધુનિક ફેકો ટેકનોલોજીથી મોતિયાની સારવાર શરૂ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલ દ્વારા નેત્ર ચિકિત્સા સેવાઓના આધુનિકીકરણ અંતર્ગત મોતિયાના ઓપરેશન માટે ફેકોઈમલ્સિફિકેશન (Phacoemulsification) ટેકનોલોજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી સુવિધાથી રેલવે કર્મચારીઓ, પેન્શનરો અને તેમના આશ્રિતોને સ્થાનિક સ્તરે જ વધુ સુરક્ષિત, અસરકારક અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર મળશે. હાલમાં હોસ્પિટલના નેત્ર રોગ વિભાગમાં ઓર્ટલી કેટેરેક્સ ફેકોઈમલ્સિફિકેશન સિસ્ટમ, તકાગી OM-9 ઓપરેટિંગ માઈક્રોસ્કોપ અને હાઈ-ડેફિનેશન ડિસ્પ્લે મોનિટર જેવા આધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે. હોસ્પિટલના નેત્ર રોગ વિભાગની OPDમાં દરરોજ 30 થી 40 દર્દીઓની તપાસ થાય છે અને દર મહિને આશરે 12 થી 14 આંખની શસ્ત્રક્રિયાઓ કરવામાં આવે છે. 1 એપ્રિલ 2026થી અત્યાર સુધીમાં ફેકો ટેકનોલોજીથી મોતિયાના 39 અને ટેરીજિયમના 5 સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના, સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના અને મુખ્ય તબીબી અધિક્ષક ડો. રાજકુમારે જણાવ્યું હતું કે, આ સુવિધા કર્મચારીઓ અને તેમના પરિવારોને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે. રાજકોટ ડિવિઝનમાં ડબલિંગ કામગીરીને કારણે કેટલીક ટ્રેનોના શોર્ટ ટર્મિનેશન અને ઓરિજિનેશન સ્ટેશનમાં ફેરફાર પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આલિયાબાડા-હાપા-જામનગર રેલખંડ પર ચાલી રહેલા ડબલિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનોની સંચાલન વ્યવસ્થામાં સુધારો કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, અગાઉ શોર્ટ ટર્મિનેશન અને ઓરિજિનેશન માટે નક્કી કરાયેલા વાંકાનેરના સ્થાને હવે સુરેન્દ્રનગર સ્ટેશન રહેશે. નવી વ્યવસ્થા મુજબ, ગાડી સંખ્યા 22959 વડોદરા–જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ 1 ઓગસ્ટ 2026 થી 7 ઓગસ્ટ 2026 સુધી અને ગાડી સંખ્યા 22923 બાંદ્રા ટર્મિનસ–જામનગર હમસફર એક્સપ્રેસ 1, 3 અને 6 ઓગસ્ટ 2026 ના રોજ વાંકાનેરના બદલે સુરેન્દ્રનગરમાં શોર્ટ ટર્મિનેટ થશે. જ્યારે સામે પક્ષે, ગાડી સંખ્યા 22960 જામનગર–વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ 2 ઓગસ્ટ 2026 થી 8 ઓગસ્ટ 2026 સુધી તથા ગાડી સંખ્યા 22924 જામનગર–બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ 2, 4 અને 7 ઓગસ્ટ 2026 ના રોજ વાંકાનેરના બદલે સુરેન્દ્રનગરથી શોર્ટ ઓરિજિનેટ થશે. રેલવે પ્રશાસને મુસાફરોને આ સુધારેલી વ્યવસ્થા ધ્યાને લઈ મુસાફરીનું આયોજન કરવા વિનંતી કરી છે. એઈમ્સ રાજકોટ ખાતે હાડકાના કેન્સર વિષય પર CMEનું આયોજન રાજકોટ એઈમ્સ ઓર્થોપેડિક વિભાગ દ્વારા ઓર્થોપેડિક ઓન્કોલોજી (હાડકાના કેન્સર) વિષય પર સતત તબીબી શિક્ષણ (CME) કાર્યક્રમ યોજાયો હતો. આ શૈક્ષણિક કાર્યક્રમનો મુખ્ય હેતુ મસ્ક્યુલોસ્કેલેટલ ટ્યુમરનું સમયસર નિદાન, આધુનિક સારવાર પદ્ધતિઓ અને ક્લિનિકલ અનુભવોના આદાન-પ્રદાન દ્વારા દર્દીઓને ઉત્કૃષ્ટ સારવાર પૂરી પાડવાનો હતો. ઓર્થોપેડિક્સ વિભાગના વડા ડો. કુલભૂષણ કમ્બોજના સ્વાગત સંબોધન બાદ યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં એઈમ્સ રાજકોટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. એલ. એન. દોરાયરાજન, ડીન (સંશોધન) ડો. અશ્વિની અગ્રવાલ તથા મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. પિન્કી એસ. કે. સાહૂ ઉપસ્થિત રહ્યા હતા. વૈજ્ઞાનિક સત્રોમાં તબીબી નિષ્ણાતો ડો. અક્ષત ગુપ્તા, ડો. પ્રતીક સિહાગ, ડો. જયમીન શાહ, ડો. અશ્વિન પ્રજાપતિ અને ડો. મંદીપ શાહ દ્વારા ઇમેજિંગ, બાયોપ્સીની જીવંત પદ્ધતિ, પેથોલોજિકલ ફ્રેક્ચર તેમજ લિમ્બ સેલ્વેજ સર્જરી જેવા વિષયો પર વ્યાખ્યાન આપવામાં આવ્યા હતા. ઇન્ડિયન મસ્ક્યુલોસ્કેલેટલ ઓન્કોલોજી સોસાયટી અને ઓર્થોપેડિક સોસાયટી, રાજકોટના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરના તબીબો, નિષ્ણાતો અને મેડિકલ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજકોટમાં 1800થી વધુ મિલ્કતોમાં મચ્છરનાં પોરા મળતાં નોટિસ, રૂ. 1.61 લાખનો દંડ વસૂલાયો રાજકોટમાં ચોમાસાના માહોલ વચ્ચે ડબલ ઋતુના કારણે રોગચાળો અને મચ્છરનો ઉપદ્રવ વધતા ડેંગ્યુ વિરોધી માસ અંતર્ગત મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. 1થી 28 જુલાઈ દરમિયાન શહેરની 141 શાળાઓ, 260 બાંધકામ સાઇટ, 128 હોસ્પિટલો, 191 સરકારી કચેરીઓ, 207 હોટલો અને સેલર સહિત કુલ 2864 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 63 ટકા એટલે કે 1802 મિલ્કતોમાં મચ્છરના બ્રિડીંગ અને અનુકૂળ પરિસ્થિતિ મળી આવતા આસામીઓને નોટિસ આપવામાં આવી છે. જ્યારે મચ્છર ઉત્પત્તિ સબબ 217 આસામીઓ પાસેથી રૂ. 1,61,150નો વહિવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે પત્રિકા વિતરણ, જનજાગૃતિ રેલી અને માર્ગદર્શન કાર્યક્રમો યોજી લોકોને ડેંગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા સામે સાવચેતીના પગલાં લેવા માહિતગાર કરાયા હતા. આરોગ્ય અધિકારીએ નાગરિકોને પોતાના ઘર અને આસપાસ ટાંકી, કુંડા, ટાયર, ફ્રીઝ અને સેલર જેવા સ્થળોએ સાફ-સફાઈ રાખી બંધિયાર પાણીનો નિકાલ કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગર પંચાયતમાં નવનિયુક્ત સદસ્યો માટે તાલીમ:RGSA યોજના હેઠળ ક્ષમતા નિર્માણ વર્ગનું આયોજન
    Next Article
    એર કનેક્ટિવિટીમાં વારંવાર શા માટે અન્યાય?:લોકસભામાં MP મુકેશ દલાલે ઉઠાવ્યા આકરા સવાલો, કહ્યું- દર વર્ષે અબજો ડોલરનું એક્સપોર્ટ પણ ખરીદદારો માટે ફ્લાઈટ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment