Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોગ્ય વિભાગ એક્શન મોડમાં:ગાંધીનગરમાં મેઘરાજાના વિરામ બાદ રોગચાળો નાથવા 110 ટીમો મેદાનમાં, 12 હજાર ઘરોમાં સર્વે

    9 hours ago

    પાટનગરમાં છેલ્લાં ચાર-પાંચ દિવસથી વરસી રહેલા વરસાદે વિરામ લેતાં જ ગાંધીનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાવાને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ન ઊંચકે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે હેતુથી 110 જેટલી ગ્રાઉન્ડ ટીમોને ઉતારી દેવામાં આવી છે. ક્લોરીન ટેસ્ટની સંખ્યા 60થી સીધી વધારીને 125 કરી દેવાઈ દૂષિત પાણીથી થતા રોગોનો ફેલાવો અટકાવવા માટે મનપાના આરોગ્ય વિભાગે વિતરણ થતા પાણીના ટેસ્ટિંગ પર વિશેષ ભાર મૂક્યો છે. શહેરમાં રોજિંદા ધોરણે થતા ક્લોરીન ટેસ્ટની સંખ્યા 60થી સીધી વધારીને 125 કરી દેવાઈ છે. વિવિધ સેક્ટરો અને સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને શુદ્ધ અને ક્લોરીનયુક્ત પીવાનું પાણી મળે તે સુનિશ્ચિત કરાઈ રહ્યું છે. આ સિવાય જરૂરિયાતવાળા વિસ્તારોમાં ક્લોરીનની ગોળીઓ અને ORS પેકેટ્સનું પણ વ્યાપક વિતરણ ચાલુ છે. તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતીના ભાગરૂપે પાણી ઉકાળીને જ પીવાની ખાસ અપીલ કરવામાં આવી છે. મચ્છરોનો વંશવેલો અટકાવવા માટે 210 લીટર બળેલા ઓઈલનો છંટકાવ વાહકજન્ય રોગો અને મેલેરિયા જેવા રોગચાળાને ડામવા માટે મેલેરિયા અધિકારી, ઝોનલ એન્ટોમોલોજીસ્ટ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ અને વેક્ટર કંટ્રોલ ટીમ સહિત કુલ 110 ગ્રાઉન્ડ ટીમો તૈનાત કરાઈ છે. આ ટીમો સ્થળ પર જઈને ભરાયેલા પાણીમાં સોર્સ રીડક્શન, અબેટ દ્વારા પોરાનાશક કામગીરી અને મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા ફોગિંગ કરી રહી છે. ખાસ કરીને વિવિધ વિસ્તારોમાં જમા થયેલા ગંદા પાણી પર મચ્છરોનો વંશવેલો અટકાવવા માટે 210 લિટર બળેલા ઓઈલનો છંટકાવ કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં આરોગ્ય ટીમોએ 12,000 જેટલા ઘરોની મુલાકાત લીધી હતી જ્યારે સ્થિર અને ભરાયેલા પાણીમાં મચ્છરોનું સંક્રમણ ઝડપથી ફેલાતું હોવાથી તંત્ર દ્વારા વ્યાપક ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરાયો હતો. માત્ર એક જ દિવસમાં આરોગ્ય ટીમોએ 12,000 જેટલા ઘરોની મુલાકાત લીધી હતી. આ સર્વે દરમિયાન વરસાદી પાણી ભરાઈ રહ્યા હોય તેવા 1800થી વધુ પક્ષીના કુંડા, 300 કિલો જૂના ટાયરો અને 5500થી વધુ તૂટેલા માટલા તેમજ અન્ય બિનજરૂરી પાત્રો સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા હતા. અગાસી પર જમા થયેલું પાણી અને કુંડાઓની સફાઈ પણ કરાવવામાં આવી હતી. તંત્ર દ્વારા રહેવાસીઓને ઘરની આસપાસ પાણી ભેગું ન થવા દેવા અને પાણીના વાસણો હવાચુસ્ત ઢાંકી રાખવાની સૂચના અપાઈ છે. જ્યારે ચાંદીપુરા વાયરસના કેસોને ધ્યાને રાખી ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એક પણ કેસ ન નોંધાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કાચા મકાનો અને ઝૂપડપટ્ટી વિસ્તારોમાં વિશેષ સર્વેલન્સ કામગીરી હાથ ધરીને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમિત ચાવડાએ સોંપી જવાબદારી:નાસીરનગર ડિમોલિશન સામે હાઈકોર્ટ સુધી લડનારા એકમાત્ર કોર્પોરેટર અરશદ જરીવાલાને કોંગ્રેસે મનપાના નેતા બનાવ્યા
    Next Article
    મહીસાગર પંચાયતમાં નવનિયુક્ત સદસ્યો માટે તાલીમ:RGSA યોજના હેઠળ ક્ષમતા નિર્માણ વર્ગનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment