Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિત ચાવડાએ સોંપી જવાબદારી:નાસીરનગર ડિમોલિશન સામે હાઈકોર્ટ સુધી લડનારા એકમાત્ર કોર્પોરેટર અરશદ જરીવાલાને કોંગ્રેસે મનપાના નેતા બનાવ્યા

    8 hours ago

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની સત્તાવાર નિમણૂક જાહેર કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકામાં હાલ વિપક્ષમાં માત્ર 5 જ કોર્પોરેટર છે, જેમાં 4 આમ આદમી પાર્ટીના અને એકમાત્ર કોંગ્રેસના કોર્પોરેટર તરીકે અરશદ જરીવાલા ચૂંટાયા હતા. પક્ષ દ્વારા તેમની નિષ્ઠા અને જનહિતની લડતને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. સુરત મનપામાં વિપક્ષના માત્ર 5 સભ્યો સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસમાંથી માત્ર એક જ ઉમેદવાર તરીકે અરશદ જરીવાલા વિજયી બન્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારો જીત્યા હતા. આમ, વિશાળ મનપામાં વિપક્ષ પાસે માત્ર 5 કોર્પોરેટરનું જ બળ છે. તેમ છતાં, અરશદ જરીવાલા એકમાત્ર કોંગ્રેસ કોર્પોરેટર હોવા છતાં સુરતની જનતાના પ્રશ્નોને સતત અને અસરકારક રીતે મનપાના બોર્ડમાં રજૂ કરી રહ્યા છે. નાસીરનગર ડીમોલિશન મુદ્દે હાઈકોર્ટ સુધી લડ્યા હતા લડત અરશદ જરીવાલા શહેરના નાગરિક પ્રશ્નો, વિકાસના મુદ્દાઓ અને પ્રજાના હિત માટે સતત સક્રિય રહ્યા છે. તાજેતરમાં નાસીરનગર ડીમોલિશન મુદ્દે અસરગ્રસ્ત પરિવારોના અધિકારો અને ન્યાય માટે તેમણે મજબૂત લડત આપી હતી. આ મુદ્દાને ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચાડીને પિડિતોને ન્યાય અપાવવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની આ સંઘર્ષશીલ કાર્યશૈલી અને પ્રતિબદ્ધતાને કારણે જ પક્ષે તેમના પર વિશ્વાસ મૂક્યો છે. અમિત ચાવડાએ નિમણૂક પત્ર પાઠવી વ્યક્ત કર્યો વિશ્વાસ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિમણૂક પત્ર પાઠવીને આશા અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અરશદ જરીવાલા સુરત શહેરના નાગરિકોની સમસ્યાઓને વધુ વાચા આપશે. તેઓ કોંગ્રેસ પક્ષની જનકલ્યાણકારી વિચારધારા મુજબ પ્રજાની સેવા કરશે અને લોકોના હક્ક તથા હિતની લડતને મનપા ગૃહમાં વધુ મજબૂતીથી આગળ ધપાવશે. પાણી, રસ્તા અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર કોંગ્રેસ થશે આક્રમક અરશદ જરીવાલાની આ નિમણૂકથી સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસનો અવાજ વધુ બુલંદ અને સશક્ત બનશે તેવી આશા કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે. આવનારા દિવસોમાં શહેરના પીવાના પાણી, ડ્રેનેજ, બગડેલા રસ્તા, સફાઈ કામગીરી, જાહેર આરોગ્ય અને શિક્ષણ જેવા પ્રાથમિક નાગરિક પ્રશ્નોના ઉકેલ માટે કોંગ્રેસ પક્ષ વધુ આક્રમક અને જવાબદાર ભૂમિકા ભજવશે.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશી દિલીપ ટ્રોફીમાં ઈસ્ટ ઝોનનો વાઇસ કેપ્ટન બન્યો:ઈશાન કિશનને કેપ્ટનશીપ સોંપાઈ, મોહમ્મદ શમી અને મુકેશ કુમાર પણ ટીમમાં સામેલ
    Next Article
    આરોગ્ય વિભાગ એક્શન મોડમાં:ગાંધીનગરમાં મેઘરાજાના વિરામ બાદ રોગચાળો નાથવા 110 ટીમો મેદાનમાં, 12 હજાર ઘરોમાં સર્વે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment