Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર બ્રેકિંગ:પોરબંદરમાં પશુઓની નોંધણી અને RFID ચિપ ફરજિયાત

    1 day ago

    ગુજરાત હાઈકોર્ટના નિર્દેશો અન્વયે પોરબંદર શહેરમાં રખડતા ઢોરના ત્રાસમાંથી નાગરિકોને કાયમી મુક્તિ અપાવવા માટે પોરબંદર મનપા દ્વારા કડક અમલીકરણ શરૂ કરવામાં આવ્યું છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસી-2023 હેઠળ મનપાએ શહેરમાં રહેતા તમામ પશુઓનું રજિસ્ટ્રેશન અને RFID ચિપ લગાવાની કામગીરી પૂર્ણ કરવા પશુપાલકો માટે નિર્ણય જાહેર કર્યો છે. મનપા વિસ્તારના પશુઓની બે માસમાં પશુદીઠ રૂ. 200 ફી ભરીને નોંધણી અને RFID ચિપ/ટેગ લગાવી લેવાના રહેશે. ત્યારબાદના બે માસમાં પશુદીઠ રૂ. 1000 લેટ ફી વસૂલવામાં આવશે. પોતાના અંગત ઉપયોગ માટે પશુ રાખતા માલિકોએ 3 વર્ષ માટે રૂ. 250 ફી ભરીને પરમિટ મેળવવી ફરજિયાત છે. પશુઓનો વેચાણ કે વ્યવસાયિક ઉપયોગ કરનારા પશુપાલકોએ 90 દિવસની અંદર 3 વર્ષ માટે રૂ. 500 ફી ભરીને લાયસન્સ લેવાનું રહેશે અને લાયસન્સ/પરમિટ પૂરી થવાના એક મહિના પહેલાં રીન્યુઅલ કરાવવાનું રહેશે, મુદત વીત્યા બાદ પ્રતિ માસ રૂ. 500 લેટ ફી લાગશે તેવો નિર્ણય અમલી બનાવ્યો છે અને ફોર્મ વિતરણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઘાસચારા વેચાણ પર બંધી અને અન્ય નિયમો‎ જગ્યા ન હોય તો સ્વખર્ચે પશુઓ શહેર બહાર ખસેડવા પડશે જે પશુમાલિકો પાસે પોતાના પશુ રાખવાની પોતાની જગ્યા નથી, તેઓ હવે શહેરમાં પશુ રાખી શકશે નહીં. તેમણે સ્વખર્ચે પશુઓને શહેર બહાર શિફ્ટ કરવાના રહેશે, અન્યથા આવા પશુઓને જપ્ત કરી ઢોર ડબ્બે પૂરાશે. આ ઉપરાંત RFID ચિપ કે લાયસન્સ વગરના પશુઓને બિનવારસી ગણી ઢોર ડબ્બે પૂરવામાં આવશે અને તેમને મુક્ત કરાશે નહીં તેવું મનપાએ જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ‎:જૂનાગઢના ખેલાડીઓની સુવર્ણ સિદ્ધિ: રાષ્ટ્રીય કક્ષાએ કુસ્તીની સ્પર્ધામાં 4 ગોલ્ડ,9 સિલ્વર, 6 બ્રોન્ઝ મેડલ મેળવ્યાં
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:બરડા પંથકમાં મોસમનો સામાન્ય વરસાદ થતાં મગફળીનો ઉભો પાક સૂકાવાને આરે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment