Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:જૂનાગઢના ખેલાડીઓની સુવર્ણ સિદ્ધિ: રાષ્ટ્રીય કક્ષાએ કુસ્તીની સ્પર્ધામાં 4 ગોલ્ડ,9 સિલ્વર, 6 બ્રોન્ઝ મેડલ મેળવ્યાં

    1 day ago

    જૂનાગઢના ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષા પર પોતાનો દબદબો સાબિત કરીને જિલ્લા અને રાજ્યનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં હરિદ્વાર ખાતે રાષ્ટ્રીય કક્ષાની ગ્રેપલીન કુસ્તીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાંપરડાની બ્રહ્માનંદ વિદ્યામંદિરના 15 જેટલા ખેલાડીઓએ શારીરિક ક્ષમતા અને શ્રેષ્ઠ રણનિતીનો પરિચય આપી રાષ્ટ્રીય સ્તરના દિગ્ગજ કુસ્તીબાજોને ધૂળ ચટાડી હતી. આ નેશનલ ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દાવપેચ બતાવીને કુલ 19 મેડલ પર પોતાનો કબજો જમાવ્યો છે. જેમાં ખેલાડીઓએ 4 ગોલ્ડ, 9 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું. રાષ્ટ્રીય કક્ષાએ મેડલ પ્રાપ્ત કરવા માટે તમામ ખેલાડીઓને કોચ અભિષેક સોલંકી અને ટ્રેનર પૂજા જોગલ દ્વારા ટ્રેનીંગ આપવામાં આવી હતી. જૂનાગઢનું રાષ્ટ્રીય સ્તરે નામ રોશન કરવા બદલ ડીએસડીઓ ભૂષણકુમાર યાદવે તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. ગોલ્ડ મેળવનાર 4‎ ગર્લ્સ ખેલાડી તુર્કી જશે‎ આગામી 19 સપ્ટેમ્બરના તુર્કીના ઈસ્તંબુલ ખાતે ઓલ ઈન્ટરનેશનલ ગ્રેપ્લિંગ એસોસિએશન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય ગ્રેપ્લિંગ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વભરના ગ્રેપ્લર્સ અને માર્શલ આર્ટ્સના ખેલાડીઓ ભાગ લે છે. આ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવનાર તમામ 4 ગર્લ્સ ખેલાડીઓ ભાગ લેવા જવાના છે. > પૂજા જોગલ, ટ્રેનર રાષ્ટ્રીય કક્ષાએ આ ખેલાડીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા‎ વાજા રીધ્ધી- અંડર-13- ગોલ્ડ મેડલ રોજસરા જિજ્ઞા- અંડર-15-ગોલ્ડ મેડલ વાજા કશિષ- અંડર-15-ગોલ્ડ મેડલ રાઠોડ પ્રિયા- કેડેટ- ગોલ્ડ મેડલ
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ નોંધાઈ:ઘેડિયા કોળી સમાજ ભવનના મેનેજર પર હુમલો
    Next Article
    ભાસ્કર બ્રેકિંગ:પોરબંદરમાં પશુઓની નોંધણી અને RFID ચિપ ફરજિયાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment