Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ નોંધાઈ:ઘેડિયા કોળી સમાજ ભવનના મેનેજર પર હુમલો

    1 day ago

    ભવનાથમાં પોલીસ સ્ટેશન સામે આવેલ ઘેડિયા કોળી સમાજ ભવનમાં રૂમ રોકાવાના મુદ્દે મેનેજર પર હુમલો કરતા ઇજાગ્રસ્ત મેનેજરને સારવાર માટે ખસેડાયા હતા. અગાઉ દેલવાડાના કેટલાક યુવકો દ્વારા થતી અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા અને શિસ્ત જાળવવા માટે સમાજે એકલા આવતા યુવકો માટે રોકાણ પર પ્રતિબંધ મુક્યો હતો અને માત્ર પરિવાર સાથે આવનારને જ મંજૂરી આપી હતી. આ દરમિયાન દેલવાડાનો એક યુવક રાત્રે એકલો રોકાવા આવ્યો હતો. હાજર મેનેજર રામશીભાઈ જીણાભાઈ બાલસે નિયમ મુજબ રૂમ આપવાની ના પાડી સમાજના આગેવાન સાથે વાત કરવા જણાવ્યું હતું. જે-તે સમયે યુવક જતો રહ્યો હતો, પરંતુ બીજા દિવસે એટલે કે શુક્રવારની વહેલી સવારે 6 વાગ્યે તે પરત આવ્યો હતો અને સીધો ઓફિસમાં ઘૂસી ગયો હતો. યુવકે મેનેજરની ચેમ્બરનો દરવાજો ખખડાવી, રામશીભાઈ બહાર આવતાં જ તેમનો કાંઠલો પકડી પછાડી દીધા હતા. ત્યારબાદ ઘોડિયું અને ડસ્ટબિન વડે તેમના પર હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુરુવારે પણ હુમલાખોર આવ્યો હતો ધેડિયા કોળી સમાજના મેનેજર પર હુમલો કરનાર શખ્સ ગુરુવારે રાત્રે આવ્યો હતો. અને શુક્ર વારે વહેલી સવારે હુમલો કરીને નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત મેનેજરની ફરિયાદ આધારે દેલવાડાના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. મેનેજર હુમલાખોરને જોયે ઓળખતા હોવાથી હુમલાખોરની ઓળખ મેળવવા સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે. > આર. એસ. ડામોર, પીએસઆઇ
    Click here to Read More
    Previous Article
    આજથી ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન શરૂ:22 સપ્ટેમ્બર સુધી વિવિધ રમત માટે અરજી થશે
    Next Article
    ભાસ્કર વિશેષ‎:જૂનાગઢના ખેલાડીઓની સુવર્ણ સિદ્ધિ: રાષ્ટ્રીય કક્ષાએ કુસ્તીની સ્પર્ધામાં 4 ગોલ્ડ,9 સિલ્વર, 6 બ્રોન્ઝ મેડલ મેળવ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment