Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:બરડા પંથકમાં મોસમનો સામાન્ય વરસાદ થતાં મગફળીનો ઉભો પાક સૂકાવાને આરે

    1 day ago

    ચોમાસાની સિઝનનો મોટાભાગનો સમય વીતી ગયો હોવા છતાં બરડા પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. મોસમનો સામાન્ય વરસાદ પણ માંડ નોંધાતા ખેતરોમાં ઊભેલા મગફળીના પાક પર સૂકાવાનું સંકટ તોળાઈ રહ્યું છે. વરસાદના અભાવે જમીનમાં ભેજ ઘટતાં પાણીના તળ ઊંડા ઉતરી ગયા છે અને અનેક કૂવા-બોરમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. નદી, તળાવ અને કેનાલોમાં પણ પાણીના અભાવે સૂકાપો જોવા મળી રહ્યો છે. ખેતી સાથે પશુધન માટે ઘાસચારા અને પીવાના પાણીની ચિંતા પણ વધતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. સમયસર સારો વરસાદ નહીં પડે તો પાકના ઉત્પાદન પર ગંભીર અસર થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. તસવીર- ધીરૂભાઇ નિમાવત ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં બરડા પંથકમાં માત્ર મેઘરાજાએ હાજરી પૂરી હોય તેમ સામાન્ય વરસાદ નોંધાયો છે. કાળઝાળ ગરમી અને સતત ખેંચાયેલા વરસાદને કારણે સમગ્ર બરડા પંથકમાં ખેડૂતોની ચિંતાની રેખાઓ ઘેરી બની છે. જે ખેડૂતો પાસે સિંચાઈના આગોતરા સાધનો હતા એટલે કે જળ સ્ત્રોત ભરેલ હતા તેમણે ચોમાસાની શરૂઆતમાં જ આગોતરું વાવેતર કર્યું હતું, જ્યારે અન્ય ખેડૂતોએ શરૂઆતના વરસાદી ઝાપટાં જોઈને સારા વરસાદની આશાએ મગફળીનું વાવેતર કરી દીધું હતું. જોકે, ત્યારબાદ વરસાદ ગાયબ થઈ જતાં હાલ ખેડૂતોએ વાવેલો મગફળીનો પાક ખેતરોમાં જ સૂકાઈને ખાખ થઈ રહ્યો છે. બરડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ વિકટ બની રહી છે. ખેતરોમાં આવેલા કૂવા અને બોરના પાણી સાવ ડૂકી ગયા છે. આ સિવાય સ્થાનિક નદીઓ, તળાવો, વોકળા અને કેનાલો પણ સાવ કોરી ધાકોર ભાસી રહી છે. પાણીના અભાવે ઊભો પાક બળી રહ્યો છે, જેનાથી ખેડૂતોને બિયારણ, ખાતર અને મજૂરીનો મોટો આર્થિક ફટકો પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ વરસાદના અભાવે માત્ર ખેતી જ નહીં, પણ પશુપાલન વ્યવસાય પણ મુશ્કેલીમાં મુકાયો છે. સીમ વિસ્તારમાં લીલો ઘાસચારો સુકાઈ જતાં પશુઓ માટે ઘાસચારાની ગંભીર તંગી ઊભી થઈ છે. પાણીની કટોકટીના એંધાણ, બરડામાં દુષ્કાળનો પડછાયો‎ વરસાદની અછત અને જળસ્રોતોમાં ઘટતા પાણીના જથ્થાને કારણે આગામી દિવસોમાં બરડા પંથકમાં પાણીની સમસ્યા વધુ ગંભીર બનવાની શક્યતા છે. ખેડૂતો અને ગ્રામજનો માટે પીવાના પાણીની સાથે પશુધન માટે પાણી મેળવવું પણ મુશ્કેલ બની શકે છે. કૂવા-બોરમાં પાણીના તળ ઊંડા ઉતરતાં જળસંકટની ચિંતા વધી છે. નદી, તળાવ અને કેનાલો સૂકાઈ જતાં ગામડાંઓમાં અત્યારથી જ પાણી માટે વિકલ્પો શોધવાની નોબત આવી છે. બરડા પંથકમાં મોસમનો માત્ર દોઢ ઇંચ વરસાદ - ખેડૂત અગ્રણી બરડા પંથકમાં માત્ર દોઢ ઇંચ જ વરસાદ પડ્યો છે, હવે વરસાદ થાય તો પણ મગફળીના વાવેતરને ફાયદો થાય તેમ નથી, તા.31 ઓગસ્ટના રોજ ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી જિલ્લો દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવશે, સરકાર દ્વારા ખેડૂતોને ઘાસચારો આપો, ખેડૂતોનું દેવું માફ કરો, રાહત પેકેજ જાહેર કરો અને ખેડૂતોને વીજબિલમાં માફી આપવાની અમારી માંગ છે. > હિતેશ મોઢવાડીયા, ખેડૂત અગ્રણી, મોઢવાડા
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર બ્રેકિંગ:પોરબંદરમાં પશુઓની નોંધણી અને RFID ચિપ ફરજિયાત
    Next Article
    સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા જર્મન ડોમ સ્ટેજ આકર્ષણનું કેન્દ્ર બનશે:આખરી ઓપ: જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment