Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ભારત RE સમિટ એન્ડ એક્સ્પો 2026’:અક્ષય ઊર્જા ક્ષેત્રમાં રોકાણ અને નવીનતા પર ફોકસ

    1 day ago

    શહેરમાં આજે ‘ભારત RE સમિટ એન્ડ એક્સ્પો 2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારત સરકારના પાવર તથા ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી રાજ્યમંત્રી શ્રીપદ યેસ્સો નાઈક તેમજ ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય અક્ષય ઊર્જા ક્ષેત્રમાં નવીનતા, આધુનિક ટેક્નોલોજી અને રોકાણને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતો, ઉદ્યોગકારો અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ગુજરાત સહિત સમગ્ર દેશમાં સોલાર, વિન્ડ અને અન્ય અક્ષય ઊર્જા ક્ષેત્રોમાં રોકાણની નવી તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપી દેશના ઊર્જા ક્ષેત્રના વિકાસને વધુ વેગ આપવા અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. સમિટ દરમિયાન ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન, નવી ટેક્નોલોજી અને ગ્રીન હાઇડ્રોજન જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ગુજરાતને વધુ મજબૂત રોકાણ કેન્દ્ર બનાવવાની તકો પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોડાસા પોલીસ હેડક્વાર્ટરમાં રૂ. 12.5 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ:મંત્રી કમલેશ પટેલના હસ્તે પોલીસ અધિકારીઓના આવાસ, પુસ્તકાલય અને આંગણવાડીનું ઉદ્ઘાટન
    Next Article
    સુરતમાં બેફામ કારચાલકે 2 બાઈકને અડફેટે લીધી, CCTV:એકને 10 ફૂટ ઢસડ્યો, પોલીસે આરોપી આર્યન ધડુકને દબોચ્યો; બ્રેકની જગ્યાએ એક્સિલરેટર દબાઈ જતાં અકસ્માત સર્જાયાની કબૂલાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment