Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસા પોલીસ હેડક્વાર્ટરમાં રૂ. 12.5 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ:મંત્રી કમલેશ પટેલના હસ્તે પોલીસ અધિકારીઓના આવાસ, પુસ્તકાલય અને આંગણવાડીનું ઉદ્ઘાટન

    1 day ago

    અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ આવાસ વિભાગના મંત્રી કમલેશ પટેલના હસ્તે કુલ રૂ. 12.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આધુનિક સુવિધાસભર પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી પી.સી. બરંડા સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા દ્વારા મહાનુભાવોનું સ્વાગત અરવલ્લી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગ માટે નિર્માણ પામેલી વિવિધ સુવિધાઓનું મહાનુભાવોએ નિરીક્ષણ પણ કર્યું હતું. PI અને PSI અધિકારીઓ માટે આધુનિક આવાસનું લોકાર્પણ રૂ. 12.5 કરોડના ખર્ચે નિર્માણ પામેલા PI અને PSI કક્ષાના અધિકારીઓ માટેના આધુનિક આવાસનું મંત્રી કમલેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આવાસમાં પોલીસ અધિકારીઓને જરૂરી તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નવા આવાસથી પોલીસ અધિકારીઓને રહેવા માટે વધુ સુવિધાજનક અને વ્યવસ્થિત માળખું મળી રહેશે. પોલીસ પરિવાર માટે પુસ્તકાલય અને આંગણવાડીની સુવિધા પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોના કલ્યાણને ધ્યાનમાં રાખીને હેડક્વાર્ટર ખાતે અદ્યતન પુસ્તકાલય અને નવીન આંગણવાડીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પુસ્તકાલયથી પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને અભ્યાસ અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ માટે સુવિધા મળશે, જ્યારે આંગણવાડીથી પોલીસ પરિવારના નાના બાળકોને પણ લાભ મળશે. સાંસદ, ધારાસભ્યો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી પી.સી. બરંડા, સ્થાનિક સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ ધારાસભ્યો સહિતના મહાનુભાવો વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોલીસ વિભાગના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસકર્મીઓનું સન્માન કાર્યક્રમના અંતે અરવલ્લી જિલ્લામાં પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન મળતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું મનોબળ વધ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી:સ્મીમેર હોસ્પિટલ બહાર વગર વરસાદે ડ્રેનેજના ગંદા પાણી ફરી વળ્યા, દર્દીઓ સારવાર પહેલાં જ બીમાર પડે એવી સ્થિતિ
    Next Article
    ‘ભારત RE સમિટ એન્ડ એક્સ્પો 2026’:અક્ષય ઊર્જા ક્ષેત્રમાં રોકાણ અને નવીનતા પર ફોકસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment