Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અડતાળાના ઉપસરપંચ જીતુ વાળાના ઘરે SPનું કોમ્બિંગ સર્ચ ઓપરેશન:હત્યાના પ્રયાસના ગુનામાં મુખ્ય આરોપી ફરાર, PGVCL અને પાણી પુરવઠાની ટીમે કનેક્શનની તપાસ કરી

    1 day ago

    અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામમાં ગઈકાલે 18 નવેમ્બરે પાણીની સમસ્યાને લઈને થયેલી રજૂઆત દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ મારામારી અને રિવોલ્વર કાઢવાની ઘટના બની હતી. ગામના ઉપસરપંચ અને કોંગ્રેસ અગ્રણી જીતુ વાળા સામે ધોકા વડે હુમલો કરવા તેમજ રિવોલ્વરથી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યાના આક્ષેપ સાથે લાઠી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પાંચ આરોપીઓ સામે ગુનો, ત્રણની ધરપકડ આ મામલે ફરિયાદી અંકિતભાઈ છગનભાઈ સાવકિયાની ફરિયાદના આધારે જીતુભાઈ ભાયાભાઈ વાળા, દિલીપભાઈ ભાયાભાઈ વાળા, નિલેશભાઈ ભીખુભાઈ વાળા, રઘુભાઈ અનકભાઈ વાળા અને મહેશભાઈ ભીખુભાઈ વાળા એમ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો. પોલીસે દિલીપભાઈ, નિલેશભાઈ અને રઘુભાઈની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી જીતુ વાળા સહિત બે આરોપીઓ હજુ ફરાર હતા. ફરાર જીતુ વાળાના ઘરે પોલીસનું કોમ્બિંગ સર્ચ ઓપરેશન મુખ્ય આરોપી જીતુ વાળા ફરાર હોવાથી આજે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા જયવીર ગઢવી, DYSP વિસ્મય માનસેતા, લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI સી.પી. વાઘેલા, સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચના PI ઇશરાની સહિત લાઠી પોલીસનો મોટો કાફલો અડતાળા ગામે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા જીતુ વાળાના ઘરે કોમ્બિંગ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન PGVCL અને પાણી પુરવઠા વિભાગની ટીમોને પણ સાથે રાખવામાં આવી હતી. વીજળી અને પાણીનાં કનેક્શનની તપાસ શરૂ સર્ચ ઓપરેશન દરમિયાન આરોપીના ઘરનું વીજ કનેક્શન કાયદેસર છે કે નહીં તેની PGVCLની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત પાણી પુરવઠા વિભાગની ટીમે પાણીનું કનેક્શન પણ કાયદેસર છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસની આ કાર્યવાહી દરમિયાન કાયદાનું પાલન કરવા અંગેનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. ગામમાં શાંતિ જળવાય તે માટે પોલીસનું પેટ્રોલિંગ વધાર્યું અડતાળા ગામમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું. ગામમાં પોલીસના સતત આંટાફેરા અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હતી. DYSP દ્વારા પણ સમગ્ર સ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. મુખ્ય આરોપી જીતુ વાળાની ધરપકડ માટે અલગ-અલગ પોલીસ ટીમો બનાવાઈ : ઇન્ચાર્જ SP ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે લાઠી પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 109 (હત્યાનો પ્રયાસ), આર્મ્સ એક્ટ અને રમખાણ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય આરોપી જીતુ વાળા સહિત બે આરોપીઓ હજુ પકડવાના બાકી હતા. તેમની ધરપકડ માટે અલગ-અલગ પોલીસ ટીમો બનાવવામાં આવી હતી. SOG અને LCBની ટીમો દ્વારા પણ આરોપીઓનાં ઘરોની તપાસ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ચીટર સંતો 1.25 કરોડ ચાઉં કરી ગયા:ડાકોરમાં મંદિર બનાવવાનાં નામે કટકી, હાઇવેની હોટેલ-ઢાબામાં ફૂડ વિભાગનું ચેકિંગ, બે દિવસ ઠંડીનો ચમકારો રહેશે
    Next Article
    ઈસ્લામ બનશે દુનિયાનો સૌથી મોટો ધર્મ:અમેરિકામાં હિંદુ ડબલ થશે ને ભારતમાં DINK કલ્ચરનો ક્રેઝ, બાળકો પેદા કરોને રોકડા મેળવો, જાણો બાળકોની ગેમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment