Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં બેફામ કારચાલકે 2 બાઈકને અડફેટે લીધી, CCTV:એકને 10 ફૂટ ઢસડ્યો, પોલીસે આરોપી આર્યન ધડુકને દબોચ્યો; બ્રેકની જગ્યાએ એક્સિલરેટર દબાઈ જતાં અકસ્માત સર્જાયાની કબૂલાત

    1 day ago

    સુરત શહેરમાં બેફામ ગતિએ દોડતા વાહનોનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. સરથાણા વિસ્તારમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે દોડી આવેલી એક ફોરવ્હીલર કારના ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલા બે બાઈક સવારોને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં બાઈકચાલક ફંગોળાઈ જતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સમગ્ર અકસ્માતની હચમચાવી દેતી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માત સર્જીને કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેને સરથાણા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. કામ પરથી પરત ફરતા કારચાલકે 2 બાઈકને અડફેટે લીધી પુણાગામ સીતાનગર ચોકડી પાસે રહેતા અને દરજીકામનો વ્યવસાય કરતા 40 વર્ષીય અશોકભાઈ મેઘજીભાઈ બાંભણીયા 2 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે પોતાની સાઈન બાઈક (GJ-05-LR-6325) લઈને નીકળ્યા હતા. સાવલીયા સર્કલથી રાધેપાર્ક તરફ જવાના રોડ પર સહજાનંદ સ્કૂલના ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂરઝડપે ધસી આવેલી કાર (GJ-05-CM-5903)ના ચાલકે અશોકભાઈ સહિત બે બાઈક સવારોને જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈકચાલક કાર સાથે 10 ફૂટ દૂર સુધી ઢસડાયા હતા. હાથમાં ફ્રેક્ચર થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત અશોકભાઈને રસ્તાની બાજુમાં બેસાડ્યા હતા. આ અકસ્માતમાં તેમને જમણા હાથના ભાગે ગંભીર ફ્રેક્ચર તેમજ શરીરના અન્ય ભાગો પર છોલાવાથી ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ પરિવારજનોને કરાતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તને ધર્મનંદન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે 19 વર્ષીય કારચાલક આર્યન ધડુકને ઝડપી પાડ્યો અકસ્માત સર્જીને કારચાલક સ્થળ પરથી વાહન લઈને નાસી છૂટ્યો હતો. આ મામલે સરથાણા પોલીસ મથકમાં બીએનએસ તથા મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પીઆઈ ડી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.પી. બારૈયા તથા તેમની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સિસના આધારે 19 વર્ષીય આરોપી આર્યન સંજયભાઈ ધડુકને ઝડપી પાડ્યો હતો. ‘બ્રેકને બદલે એક્સિલરેટર દબાઈ ગયું’ પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી આર્યન ધડુકે કબૂલાત કરી હતી કે, ઘટના સ્થળે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પાછળથી અન્ય વાહનચાલકો સતત હોર્ન વગાડી રહ્યા હતા. જેના કારણે તે ઉતાવળમાં ઝડપથી ટ્રાફિકમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બ્રેકની જગ્યાએ એક્સિલરેટર દબાઈ જતાં કાર બેકાબૂ બની હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ લોકોના રોષ અને ડરના કારણે તે ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. હાલ પોલીસે તેની સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘ભારત RE સમિટ એન્ડ એક્સ્પો 2026’:અક્ષય ઊર્જા ક્ષેત્રમાં રોકાણ અને નવીનતા પર ફોકસ
    Next Article
    અલકાપુરીમાં CH જ્વેલર્સમાં IT વિભાગનું સર્ચ ઓપરેશન:બિલિંગ રેકર્ડ, હાર્ડ ડિસ્ક, કમ્પ્યુટર સહિત મહત્વના દસ્તાવેજોની તપાસ, અન્ય મોટા જ્વેલર્સમાં ફફડાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment