Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અલકાપુરીમાં CH જ્વેલર્સમાં IT વિભાગનું સર્ચ ઓપરેશન:બિલિંગ રેકર્ડ, હાર્ડ ડિસ્ક, કમ્પ્યુટર સહિત મહત્વના દસ્તાવેજોની તપાસ, અન્ય મોટા જ્વેલર્સમાં ફફડાટ

    1 day ago

    વડોદરા શહેરના પોશ વિસ્તાર ગણાતા અલકાપુરીમાં CH જ્વેલર્સના શો-રૂમમાં આવકવેરા (IT) વિભાગ દ્વારા વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા શહેરના જવેલર્સ વર્તુળમાં ભારે ચર્ચા જાગી છે. IT વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં શો-રૂમ ખાતે પહોંચ્યા હતા. વિવિધ દસ્તાવેજો તથા નાણાકીય વ્યવહારોને લગતી તપાસ શરૂ કરવામાં આવી હતી. બિલિંગ રેકોર્ડ, હાર્ડ ડિસ્ક, કોમ્પ્યુટરમાં દસ્તાવેજોની તપાસ સર્ચ ઓપરેશન દરમિયાન જવેલર્સના બિલિંગ રેકોર્ડ, હાર્ડ ડિસ્ક, કમ્પ્યુટર સિસ્ટમ તેમજ અન્ય મહત્વના દસ્તાવેજોની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓ દ્વારા શો-રૂમની અંદર વિવિધ વ્યવહારો અને રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી છે. સર્ચની કાર્યવાહી દરમિયાન શો-રૂમમાં ગ્રાહકો તેમજ અન્ય લોકોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી હતી. અન્ય મોટા જ્વેલર્સમાં ફફડાટનો માહોલ અલકાપુરી જેવા મહત્વના વિસ્તારમાં જાણીતા જવેલર્સના ત્યાં IT વિભાગની કાર્યવાહી શરૂ થતાં શહેરના અન્ય મોટા જવેલર્સમાં પણ ફફડાટનો માહોલ જોવા મળ્યો છે. હાલ IT વિભાગ દ્વારા કયા કારણોસર આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને તપાસ દરમિયાન શું મળી આવ્યું છે તે અંગે સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર કાર્યવાહીની વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં બેફામ કારચાલકે 2 બાઈકને અડફેટે લીધી, CCTV:એકને 10 ફૂટ ઢસડ્યો, પોલીસે આરોપી આર્યન ધડુકને દબોચ્યો; બ્રેકની જગ્યાએ એક્સિલરેટર દબાઈ જતાં અકસ્માત સર્જાયાની કબૂલાત
    Next Article
    Kerala High Court Upholds 10-Year Jail Term For Man In Minor's Assault Case

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment