Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંક્રિટ પગલું:વાઘોડિયા ચોકડીથી રિંગ રોડ વચ્ચે RCCનું મોડેલ, રોડની વચ્ચે હરિયાળી-કેફે બનાવાશે

    1 day ago

    શહેરના વાઘોડિયા રોડને 75 મીટર પહોળા મોડલ રોડ તરીકે વિકસાવાશે. વાઘોડિયા ચોકડીથી 75 મીટરના રિંગ રોડના ક્રોસિંગ સુધી 2.6 કિમી રોડ માટે રૂ.47 કરોડનો ખર્ચ થશે. વુડાએ તૈયાર કરેલી ડિઝાઇનમાં મુખ્ય રોડ સાથે બંને તરફ સર્વિસ રોડ, પાર્કિંગ, ફૂટપાથ, મધ્યમાં વિશાળ ગ્રીન કોરિડોરની જોગવાઈ કરવામાં આવી છે. મોડેલ રોડની બંને તરફ 14 મીટરના કેરેજ-વે, 7.5 મીટરના સર્વિસ રોડ, પાર્કિંગ અને 3 મીટરના ફૂટપાથ રહેશે. વચ્ચે 18 મીટરનો સેન્ટ્રલ કોરિડોર બનશે. જેમાં વૃક્ષારોપણ, લેન્ડસ્કેપિંગ અને વૉકિંગ ટ્રેક રહેશે. મધ્ય ભાગમાં બેસવાની વ્યવસ્થા, કેફે, ફૂડ કોર્ટ બનાવાશે. એક તરફ હાઈસ્પીડ કોરિડોર, બીજી તરફ 6 લેન RCC રોડ 75 મીટરનો રિંગ રોડ જ્યાં વાઘોડિયા રોડને ક્રોસ કરે છે ત્યાં મોડલ રોડ બનશે. એક તરફ વડોદરાથી ડભોઇ બાયપાસ સુધી હાઈસ્પીડ કોરિડોર બનશે તો બીજી તરફ આજવા રોડને 6 લેન RCC રોડ બનાવવામાં આવશે. અધિકારીઓને ગાંધીનગરના રોડની રીલ જોઇ વિચાર આવ્યો મુખ્યમંત્રીની જાહેરાત બાદ વુડાએ આ રોડ ડામરથી બનાવવાને બદલે RCC રોડ બનાવવાનો નિર્ણય કર્યો છે. વુડાના અધિકારીઓ ગાંધીનગરમાં બનતા રોડની રિલ જોતા હતા ત્યારે વાઘોડિયા રોડ પર પણ આવો જ મોડલ રોડ વિકસાવવાનો વિચાર આવ્યો હતો. વાઘોડિયાના રોડ ખાતે 1.5 લાખ લોકોનો વસવાટ, કોલેજોમાં ભણતા 60 હજાર વિદ્યાર્થીને સુવિધા મળશે.
    Click here to Read More
    Previous Article
    ગણેશોત્સવ પૂર્વે 70થી વધુ ડીજે સાથે ડીસીપીની બેઠક:હવે તમામ ડી.જેએ ફરજિયાત ડેસિબલ મીટર લગાવવું પડશે
    Next Article
    3 US Secret Service officials Placed On Leave Amid 'Misconduct' Probe

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment