Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોગચાળો ફાટી નીકળવાની દહેશત‎:પાટણમાં પદ્મનાથ ચોકડી વિસ્તારમાં ઉભરાતી ગટરથી 25 સોસાયટી અને રામનગરના રહીશો ગંદકીથી તોબા

    1 day ago

    પાટણ શહેરના પદ્મનાથ ચોકડી નજીક યશધામ તરફ જતા મુખ્ય માર્ગ પર રવિવારે બપોરે 2 વાગ્યાના અરસામાં અચાનક ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી ઉભરાઈને રોડ પર રેલાવા લાગ્યા હતા. ગંદા પાણી પદ્મનાભ ભગવાનના મંદિર તરફ જતા રસ્તા, રામનગર ગામ તેમજ આસપાસની ૨૫ જેટલી સોસાયટીઓના મુખ્ય માર્ગો પર ફરી વળ્યા હતા. આ ઉપરાંત, રેડ ક્રોસ ભવનથી સાઈબાબા નગર સુધીના રોડ પર પણ ગટરના પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ માટે અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. સ્થાનિક રહીશોના જણાવ્યું હતું કે આ ગંભીર સમસ્યા છેલ્લા 15 દિવસથી યથાવત છે, છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાયમી નિકાલ કરવામાં આવ્યો નથી. સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે લોકોનું જીવવું હરામ થયું છે. હાલ ચોમાસાની ઋતુમાં વાયરલ ઈન્ફેક્શન અને રોગચાળો વકરી રહ્યો છે, ત્યારે ખુલ્લા રસ્તા પર દૂષિત પાણી પથરાતા આસપાસના વિસ્તારોમાં મોટો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ વહેલી તકે આ સમસ્યાનું સોલ્યુશન લાવવા પાલિકામાં રજૂઆત પણ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઐતિહાસિક વારસા અને આધુનિકતાનો અનોખો સંગમ:રાણી કી વાવની થીમ પર બનશે પાટણનું રેલવે સ્ટેશન બનશે
    Next Article
    ટૂંક સમયમાં સ્ટ્રીટ લાઇટ લાઇનો પણ અંડરગ્રાઉન્ડ કરાશે‎:એચ.ટી.વીજલાઇનો અંડરગ્રાઉન્ડ કરાતાં જૂના થાંભલા હટાવવાની કામગીરી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment