Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાના પર્સમાંથી બે જોડ સોનાની બુટ્ટી, એક સોનાની વીંટી મળી:વડોદરામાં જ્વેલર્સની દુકાનમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર મહિલા ગણતરીના કલાકોમાં ઝડપાઈ, 62 હજાર ની કિંમતના સોનાના દાગીના કબજે કર્યા

    2 days ago

    વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી જ્વેલર્સમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર મહિલાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી હતી. ફતેગંજ પોલીસે CCTV ફૂટેજ અને બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપી પાસેથી 62 હજાર રૂપિયાની કિંમતના સોનાના દાગીના કબજે કર્યા છે. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારની મહાલક્ષ્મી જ્વેલર્સમાં ચોરીની મહિલાને ઝડપી પાડવા પોલીસે દુકાન અને આસપાસના લગભગ 35 જેટલા CCTV કેમેરાની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ઓરેન્જ રંગની સાડી પહેરેલી અને હાથમાં પર્સ ધરાવતી મહિલાની ઓળખ થઈ હતી. પોલીસે ગણપતિ ચોકડી નજીકથી મહિલાને ઝડપી પાડી હતી. મહિલા પોલીસ કર્મચારીઓએ તપાસ કરતાં તેના પર્સમાંથી બે જોડ સોનાની બુટ્ટી અને એક સોનાની વીંટી મળી આવી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ મહાલક્ષ્મી જ્વેલર્સમાંથી દાગીના ચોર્યાની કબૂલાત કરી હતી. પોલીસે સંગીતાબેન રાજુ મહીડાની ધરપકડ કરી તેની પાસેથી રૂ.62 હજારના સોનાના દાગીના કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જોશીપરા ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટરને લાખો નો દંડ:​જૂનાગઢ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી: જોશીપરા ફાટક બ્રિજના ડાયવર્ઝનનું કામ અધૂરું રાખતા કોન્ટ્રાક્ટર એજન્સીને રૂ. 1.25 લાખનો દંડ ફટકારાયો
    Next Article
    મહીસાગરના તાંત્રોલી બ્રિજના RCC ભાગમાં ખાડો પડ્યો:તંત્ર દ્વારા સમારકામ શરૂ, જર્જરિત હાલતમાં હોવાથી અગાઉ ભારે વાહનોની અવરજવર માટે બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment