Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારામાં 125 ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિર:નિમાસ્ત્રનું લાઈવ નિદર્શન અને મોડેલ ફાર્મની મુલાકાત

    1 day ago

    તાપી જિલ્લાના વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વાલોડ તાલુકાના આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા "નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ" અંતર્ગત એક દિવસીય પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં દેગામા અને ગોલણ ક્લસ્ટરના ૧૨૫ ખેડૂતોએ ભાગ લીધો હતો.શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી, ખેડૂતોને પરંપરાગત અને ખર્ચ-મુક્ત પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડ્યા, પાક સંરક્ષણ વૈજ્ઞાનિક ડો. હિતેશ જાધવ અને ફાર્મ મેનેજર પ્રતિભાબેન કોંકણી દ્વારા દીપ પ્રાગટ્યથી થઈ હતી. તજજ્ઞોએ ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવાનું મહત્વ સમજાવ્યું હતું. તાલીમમાં જીવામૃત, ઘન જીવામૃત અને ખેતરમાં આચ્છાદન (મલ્ચિંગ) કરવાના વૈજ્ઞાનિક અભિગમ પર વિગતવાર ચર્ચા થઈ. સ્થાનિક જાતોના બીજનું સંવર્ધન, દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિઓ અને પંચસ્તરીય પાક પદ્ધતિના મોડેલ અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત, સ્વાસ્થ્યવર્ધક અને રસાયણમુક્ત કૃષિ ઉત્પાદન મેળવવાના ઉપાયો શીખવ્યા. શિબિરના બીજા તબક્કામાં કુદરતી જીવાત નિયંત્રણ માટે અસરકારક 'નિમાસ્ત્ર' બનાવવાનું જીવંત નિદર્શન યોજાયું હતું. વૈજ્ઞાનિકોએ નિમાસ્ત્ર બનાવવાની રીત અને તેના ફાયદા સમજાવ્યા. ત્યારબાદ, ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત કરાવાઈ, જ્યાં તેમણે વિવિધ પ્રાકૃતિક પ્રયોગો અને પાક પદ્ધતિઓ પ્રત્યક્ષ નિહાળી.આ તાલીમ શિબિરથી તાપી જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો. અનેક ખેડૂતોએ આગામી સિઝનથી પોતાના ખેતરોમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક પદ્ધતિઓનો અમલ કરવાનો સંકલ્પ લીધો.
    Click here to Read More
    Previous Article
    સાયબર ફ્રોડના રૂ. 6 લાખ સગેવગે કરનાર 3 ઝડપાયા:કુંભારવાડા અને મેપાનગરના શખસો સામે કાનૂની શિકંજો, કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
    Next Article
    અમરેલીમાં CM ભૂપેન્દ્ર પટેલ પ્રોટોકોલ તોડી નાગરિકોને મળ્યા:રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં લોકોએ CM સાથે સેલ્ફી લીધી; શસ્ત્ર પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment