Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર ફ્રોડના રૂ. 6 લાખ સગેવગે કરનાર 3 ઝડપાયા:કુંભારવાડા અને મેપાનગરના શખસો સામે કાનૂની શિકંજો, કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

    1 day ago

    દેશના વિવિધ રાજ્યોમાં આચરવામાં આવેલા સાયબર ફ્રોડ મામલે ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે મોટી સફળતા મેળવી છે. મ્યુલ એકાઉન્ટમાં ફ્રોડના રૂ. 6 લાખ જમા કરાવી રોકડા ઉપાડીને સગેવગે કરનાર મુખ્ય આરોપી સહિત ત્રણ શખસોની પોલીસે ગણતરીના કલાકોમાં અટકાયત કરી છે. પકડાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. કર્ણાટકના સાયબર ફ્રોડના નાણાં ભાવનગરના ખાતામાં જમા થયા ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.એમ. ગોહિલે મ્યુલ એકાઉન્ટના ડેટા ચકાસણી દરમિયાન કુંભારવાડાના રામદેવનગરમાં રહેતા મહિપત દિનેશભાઈ બારૈયા સામે ગુનો નોંધ્યો હતો. તપાસમાં ખુલ્યું હતું કે હિલડ્રાઇવ સ્થિત ઇન્ડસઇન્ડ બેંકના ખાતામાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન મારફતે ફ્રોડની રકમ આવી હતી. આ રકમ કર્ણાટકના હાવેરી જિલ્લાના રાનેબેન્નુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી સાયબર ફ્રોડની અરજી સંદર્ભે રૂ. 6 લાખની હતી, જે આરોપીએ તે જ દિવસે એટીએમ, ચેક અને અન્ય માધ્યમોથી વિડ્રો કરી સગેવગે કરી દીધી હતી. ત્રણેય આરોપીઓની ધરપકડ અને રિમાન્ડ પોલીસે BNS ની કલમ 317(2) હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી મહિપત બારૈયા, તેના સાગરીત મહેશ દિનેશભાઈ ડાભી (રહે. કુંભારવાડા) અને રાહુલ ગણેશભાઈ મકવાણા (રહે. મેપાનગર) ને ઝડપી પાડ્યા હતા. સાયબર પોલીસે વધુ પૂછપરછ અને તપાસ અર્થે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 1 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ યુનિવર્સિટીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવાયો:રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારે વિભાજનની વેદના પર વ્યાખ્યાન આપ્યું
    Next Article
    વ્યારામાં 125 ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિર:નિમાસ્ત્રનું લાઈવ નિદર્શન અને મોડેલ ફાર્મની મુલાકાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment