Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ યુનિવર્સિટીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવાયો:રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારે વિભાજનની વેદના પર વ્યાખ્યાન આપ્યું

    1 day ago

    વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ માનસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભારતના વિભાજન સાથે સંકળાયેલી ઐતિહાસિક ઘટનાઓ, તેના કારણો અને વિભાજન દરમિયાન દેશવાસીઓએ અનુભવેલી વેદના તથા સંઘર્ષ અંગે વ્યાખ્યાન આપ્યું હતું. પોતાના સંબોધનમાં માનસિંહ પરમારે વિભાજનના સમયગાળા દરમિયાન લાખો લોકોના જીવન પર થયેલી ગંભીર અસરોને યાદ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વિભાજનની કરુણ ઘટનાઓને માત્ર ઇતિહાસના પાનાઓ સુધી સીમિત રાખવાને બદલે નવી પેઢીને તેના વિશે માહિતગાર કરવી અનિવાર્ય છે. આનાથી દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ભાવના વધુ મજબૂત બનશે. ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ઐતિહાસિક ઘટનાનું સ્મરણ કરી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ દેશના ઇતિહાસને સમજવા અને આવનારી પેઢીને તેનાથી માહિતગાર કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. સંજય પરમાર, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અધ્યાપકો, પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવા, જિલ્લા મહામંત્રી ભરત વાળા અને અનિલ જેઠવા સહિત ભાજપ સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. શહેરના અનેક પ્રબુદ્ધ નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ વેરાવળ-સોમનાથ શહેરના પ્રમુખ શૈલેષ ભગવાનદાસ મેસવાણિયા, મહામંત્રી જયેશભાઈ પંડયા અને મૌલિક વૈયાટા સહિત શહેર ભાજપના અન્ય પદાધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નગરસેવકો, શક્તિકેન્દ્ર સંયોજકો, બૂથ પ્રમુખો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    લુણાવાડા-સંતરામપુર હાઇવે પર ટેન્કર-કાર વચ્ચે ભયાનાક અકસ્માત:કારમાં સવાર એક જ પરિવારના 3 લોકોના મોત, મૃતકો દાહોદના ફતેપુરાના; ટેન્કર ચાલક ફરાર
    Next Article
    સાયબર ફ્રોડના રૂ. 6 લાખ સગેવગે કરનાર 3 ઝડપાયા:કુંભારવાડા અને મેપાનગરના શખસો સામે કાનૂની શિકંજો, કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment