Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ સ્પીકિંગ પ્લેનેટ્સ:રાહુના 3 નક્ષત્રોમાં છુપાયો છે કુબેરનો ખજાનો, ગ્રહની ભક્તિથી મળશે અઢળક સંપત્તિ

    13 hours ago

    સમગ્ર બ્રહ્માંડમાં આંગળીના વેઢે ગણી શકાય એવી અદ્રશ્ય શક્તિઓના નામ આપવા હોય તો અમારી પાસે બે નામ ઉડીને આંખે વળગે છે. એક સમગ્ર બ્રહ્માંડનો સંચાલક ઈશ્વર અને બીજો રાહુ નામનો ગ્રહ. ઈશ્વર અદ્રશ્ય છે અને રાહુ પણ અદ્રશ્ય છે. ઈશ્વર કણ કણમાં છે પરંતુ વિશેષતા એ છે કે તમે કણને જોઈ શકો છો પણ ઈશ્વરને તો અંતરમનથી જ અનુભવી શકો છો. રાહુનું પણ એવું જ છે કારણ કે તે બ્રહ્માંડમાં આવેલું એક માર્ગીય છેદન બિંદુ જ છે. રાહુની કાયા એક છાયા છે...અને આ છાયા અચ્છા અચ્છા ધુરંધર ગ્રહોને ગ્રહણ દ્વારા ઢાંકી દે છે. રાહુને આજદિન સુધી કોઈએ જોયો નથી....માત્ર અનુભવ્યો છે. ઈશ્વરની માફક જ રાહુ એક અજાણી અદ્રશ્ય શક્તિ છે કે જે સમગ્ર જગતને ચલાવે છે અને જરૂર પડે ભલભલાને હલાવે પણ છે. અમે અમારા ટીવી શો,અસંખ્ય વિડીઓના માધ્યમ દ્વારા કેહતા આવ્યા છીએ કે જે અદ્રશ્ય છે તે સૌથી મોટી શક્તિ છે...અને આ શક્તિઓ ઈશ્વર અને રાહુ નામનો ગ્રહ તેની શક્તિની ભક્તિ કરવાથી મનુષ્ય સંસાર સાગર તરી જાય છે...કેહવત છે કે “ભગવાન જબ દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ” તે પ્રમાણે જયારે રાહુ રીઝે ત્યારે આસમાન ચીરીને આપે છે. આ લખાણ દ્વારા અમારા વાચકમિત્રોને એક ખાસ નિવેદન છે કે તમે તમારા કુળદેવતા,કુળદેવી,ઇષ્ટદેવ અને દેવીની ભક્તિ તો જરૂર કરો જ પણ જો ગ્રહ ભક્તિની વાત આવે તો અમે ચોક્કસ કહીશું કે નિષ્ઠાપૂર્વક આ અદ્રશ્ય શક્તિ (ગ્રહ)રાહુની ભક્તિ કરો અને અમને ખાતરી છે કે રાહુ તમને ફળશે અને તમને ઘણું બધું મળશે કારણ કે રાહુ પણ ઈશ્વરની જેમ અદ્રશ્ય છે...અને જે અદ્રશ્ય છે તે જ શક્તિશાળી છે. રાહુના ત્રણ નક્ષત્રો કયા કયા છે? સામાન્ય જનજીવનમાં રાહુ વિષે ભ્રામક માન્યતાઓ જેવી કે રાહુ એટલે દાનવ ગ્રહ છે. રાહુ નડે તો જાતક ક્યાંયનો ના રહે. રાહુ ના સદે તો જાતક આખું જીવન સડે અને સમગ્ર જીવન લડે. રાહુ એટલે ખરાબ અને દ્રુષ્ટ ગ્રહ....પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે રાહુ નામના આ અતિ વિવાદાસ્પદ અદ્રશ્ય ગ્રહ પાસે માનવીને જાહોજલાલી,સંપત્તિ અને ધનવાન બનાવનારા નક્ષત્રોનો ખજાનો છે. 27 નક્ષત્રોમાં આર્દ્રા નક્ષત્રને મીઠું મધ નક્ષત્ર કેહવામાં આવે છે. તમે ઉનાળાની સિઝનમાં અને ખાસ કરીને કેરીની સિઝનમાં એવું અવારનવાર લોકોના મુખે સાંભળતા હોવ છો કે જો તમારે મીઠી મધ કેરીઓનો સ્વાદ માણવો હોય તો સૂર્ય જયારે મિથુન રાશિ અને આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યાં સુધી રાહ જુઓ...અને આ નક્ષત્રનો કમાલ જુઓ જેવું આર્દ્રા નક્ષત્ર બેસે એટલે કેરીઓ આપોઆપ મીઠી થવા લાગે અને આર્દ્રા નક્ષત્રમાં કેરીનો સાચો સ્વાદ માણવા મળે. આપણે અહી આર્દ્રા નક્ષત્રની વિશેષ વાત કરીએ. આકાશ મંડળમાં આર્દ્રા નક્ષત્ર છઠું નક્ષત્ર છે. વૈદિક જ્યોતિષ અનુસાર ભગવાન શિવના રુદ્ર સ્વરૂપને આર્દ્રા નક્ષત્રનો અધિપતિ દેવ માનવામાં આવે છે. વેદ અને પુરાણો અનુસાર આર્દ્રા નક્ષત્રમાં સ્નાન,દાન વગેરે સત્કર્મોથી ઉર્જાના સ્ત્રોત ભગવાન સૂર્ય પ્રસન્ન થઇ પૃથ્વી પર પોતાનો પૂર્ણ પ્રકાશ પાથરે છે...અને આ કારણો થી પૃથ્વી પરના કાચા રહી ગયેલા ફળ અને ધાન્ય પાકવા લાગે છે અને સારા વરસાદ સાથે પૃથ્વી રસ તરબોળ થઇ જાય છે. કહેવાય છે કે આર્દ્રા નક્ષત્ર વિધ્વંસ ,વિનાશ રોકવા માટે અને વ્યસનો તેમજ કુટેવો છોડવા માટેનું અતિ યોગ્ય નક્ષત્ર છે. પુરાણોમાં આર્દ્રા નક્ષત્રને જીવનદાતા નક્ષત્ર કહ્યું છે.ચમત્કાર ચિંતામણી ગ્રંથમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જે જાતક સૂર્ય કે ચંદ્રના આર્દ્રા નક્ષત્રમાં ભગવાન શિવની લઘુ રુદ્રીના ૧૧ પાઠ શિવલિંગ પર જવ સાથે દૂધ ચઢાવી શ્રદ્ધાપૂર્વક કરે તેવા જાતકની કારકિર્દી પરિપક્વ બને છે અને તેનું જીવન મીઠું મધ બની જાય છે. સ્વાતિ નક્ષત્ર એટલે છીપમાં મોતીને જન્મ આપવાનું નક્ષત્ર હવે આપણે વાત કરીએ રાહુના બીજા નક્ષત્ર સ્વાતિની .....સ્વાતિ નક્ષત્ર એટલે છીપમાં મોતીને જન્મ આપવાનું નક્ષત્ર....સ્વાતિ નક્ષત્ર એટલે દિવાળી પર લક્ષ્મીને આહવાન આપવાનું નક્ષત્ર. સ્વાતિ નક્ષત્ર એટલે ચાતક નામના પક્ષીની પ્યાસ બુઝાવવા માટેનું નક્ષત્ર. સ્વાતિ એટલે એક શુભ અને પવિત્ર નામ કે જ્યાં ધનવાન અને સંપત્તિવાન બનવાની વાત છે અને જ્યાં પ્રસિદ્ધિનો શ્રેષ્ઠ રસ્તો છે. કેહવાય છે કે ચાતક નામનું પક્ષી સમગ્ર વર્ષ દરમિયાન વરસાદની મોસમમાં સ્વાતિ નક્ષત્રની રાહ જુએ છે કારણ કે સ્વાતિ નક્ષત્રમાં જ ચાતક પક્ષી પોતાની તરસ સરસ રીતે છીપાવે છે. આ ઉપરાંત એવું પણ કેહવાય છે કે વર્ષા ઋતુમાં સ્વાતિ નક્ષત્ર દરમિયાન વરસાદનું પાણી એક બોટલમાં ભરી જો તમે તમારી તિજોરીમાં મૂકો તો તમે ટૂંક સમયમાં જ ધનવાન બની જાઓ છો...અલબત્ત આ વાત શાસ્ત્રોક્ત છે. આપણે સૌ જાણીએ છીએ કે દિવાળી મોટા ભાગે સ્વાતિ નક્ષત્રમાં જ આવે છે અને તે દરમિયાન વ્યાપારીઓ તેમજ સામાન્ય પ્રજાજન લક્ષ્મીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે....આ પૂજા દરમિયાન વ્યપારીઓ પોતાના ધંધા રોજગારના ચોપડાનું પૂજન પણ કરે છે આથી સમગ્ર વર્ષ તેમના પર લક્ષ્મીની કૃપા રહે....અમે પણ અવારનવાર અમારા વાચકોને કેહતા આવ્યા છીએ કે સ્વાતિ નક્ષત્ર દરમિયાન એક રેશમી કાપડમાં પાંચ ગોમતી ચક્ર,થોડા કંકુ અને ચોખા ભરી તેની પોટલી બનાવી વેહલી સવારે ઘરના મુખ્ય દરવાજા બહાર (બહારની સાઈડે)લટકાવવામાં આવે તો માનવી સમગ્ર જીવન તંદુરસ્ત,મન્દુરસ્ત અને ધનવાન રહે છે. સ્વાતિ નક્ષત્ર નવસર્જનનું નક્ષત્ર છે. દરિયામાં તળિયે પડી રહેલી છીપ પોતાના ગર્ભમાં મોતીને જન્મ અંશ આપવા સ્વાતિ નક્ષત્રની રાહ જુએ છે...અને જોવા જેવી વાત એ છે કે સ્વાતિ નક્ષત્રમાં જ છીપના ગર્ભમાં થી મોતી જન્મ લે છે...આવા સાચા મોતી અમૂલ્ય ભાવે વેચાય છે અને આવા મોતીને બસરા કે સાઉથ સી પર્લ તરીકે ઓળખવામાં આવે છે. સ્વાતિ નક્ષત્રમાં છીપમાંથી નીકળતા મોતી માનસિક શાંતિ,સ્થિરતા અને શાંતિ આપે છે...મિત્રો તમારે પણ જો કોઈ નવા કામનો આરંભ કરવો હોય તો સ્વાતિ નક્ષત્રનો ઉપયોગ કરી જોજો...તમારા ધંધા,વ્યવસાય અને નોકરી કે કોઈ પણ કાર્યનું મહાત્મ્ય પણ સાચા મોતી જેવું બનશે. સ્વાતિનો અર્થ થાય સ્વ +અતિ અર્થાત પોતાનું અને તે પણ ઘણું. આવી અદ્દભુત લીલાઓ છે રાહુ મહરાજની...આવતા લેખમાં હજુ પણ આ અદ્રશ્ય ગ્રહની શક્તિની ભક્તિની અનેરી અનકહી વાતોનો વાર્તાલાપ કરીશું. (માહિતી સૌજન્યઃ ડો.પંકજ નાગર, drpanckaj@gmail.com)
    Click here to Read More
    Previous Article
    પ્રેમ-સુખના કારક શુક્રનું મકર રાશિમાં ગોચર:કર્ક-કન્યા રાશિના જાતકો માટે લગ્નનો યોગ, મીન રાશિના લોકો પૈસામાં આળોટશે; જાણો ગ્રહ દોષનો સરળ ઉપાયો
    Next Article
    ટિકિટ વિના ટ્રેનમાં જમો!:અમદાવાદમાં પહેલી રેલવે કોચ રેસ્ટોરન્ટ શરૂ થશે, 24 કલાક ચટાકેદાર વાનગીઓ મળશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment