Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં CM ભૂપેન્દ્ર પટેલ પ્રોટોકોલ તોડી નાગરિકોને મળ્યા:રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં લોકોએ CM સાથે સેલ્ફી લીધી; શસ્ત્ર પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું

    1 day ago

    અમરેલી ખાતે રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આયોજિત બે દિવસીય કાર્યક્રમો દરમિયાન તેમણે નાગનાથ મહાદેવ મંદિર ખાતે પૂજન-અર્ચન કર્યા હતા. દર્શન બાદ તેમણે પ્રોટોકોલ બાજુ પર મૂકી સામાન્ય નાગરિકો અને યુવાનો સાથે મુલાકાત કરીને સેલ્ફી લીધી હતી. વૃક્ષારોપણ અને વિવિધ સમારોહમાં હાજરી ઉજવણીના ભાગરૂપે 14 ઓગસ્ટે મુખ્યમંત્રીએ અમરેલી અને વરસડા ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. આ ઉપરાંત, તેઓ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ અને સમર્થ વ્યાયામ મંદિર ખાતે અનુકંપા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. ગજેરા સંકુલની વિદ્યાર્થિનીઓ સાથે આત્મીય સંવાદ મુખ્યમંત્રીએ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલની મુલાકાત લઈ વિદ્યાર્થિનીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે વિદ્યાર્થીકાળના મૂલ્યો, નારી સશક્તિકરણ અને કારકિર્દી નિર્માણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજકારણમાં મહિલાઓની ભાગીદારી અંગે વાત કરતા તેમણે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટેના 33 ટકા અનામતના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. સોશિયલ મીડિયાના અવરોધ છોડી લક્ષ્ય પર ધ્યાન આપવા હાકલ કારકિર્દી ઘડતર અંગે સલાહ આપતાં મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા, ટીવી અને રીલ્સના વધુ પડતા ઉપયોગ સામે સાવધાની વર્તવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, પ્રલોભનો વચ્ચે સમયનું આયોજન અને એકાગ્રતા જ સફળતાનો મંત્ર છે. વધુમાં 'સૌનો સાથ, સૌનો વિકાસ' સાથે 'સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ'ના મંત્રને દોહરાવતા તેમણે એકજૂથ થઈ દેશને આગળ લઈ જવા હાકલ કરી હતી. ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી 14 ઓગસ્ટના રોજ શાંતાબેન હરિભાઈ ગજેરા મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા અને પ્રભારીમંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ‘એટ હોમ’ અને મેગા કલ્ચરલ ઇવેન્ટ રાજ્યપાલના અધ્યક્ષસ્થાને અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નવી નૂતન સ્કૂલના મેદાન ખાતે સાંજે 4:30 કલાકે ‘એટ હોમ’ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ સાંજે 6:30 કલાકે ફોરવર્ડ હાઈસ્કૂલના મેદાનમાં ભવ્ય મેગા કલ્ચરલ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતની કલા અને સંસ્કૃતિનું નિદર્શન કરવામાં આવ્યું હતું. રૂ. 403 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત સાંસ્કૃતિક કાર્યક્રમ પહેલા અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે આશરે રૂ. 403 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 'ગ્રીન અમરેલી' માટે રૂ. 4 કરોડના વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત અમરેલી આવી પહોંચેલા મુખ્યમંત્રીએ સાવરકુંડલા રોડ પર આવેલ શેલ્ટર હાઉસ પટાંગણ ખાતે વૃક્ષારોપણ કરી પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. 'ગ્રીન અમરેલી, ક્લિન અમરેલી'ની નેમ સાકાર કરવા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન યોજના હેઠળ રૂ. 4 કરોડના ખર્ચે વૃક્ષારોપણ મહાઅભિયાન શરૂ કરાયું છે. આ પ્રકલ્પ હેઠળ શહેરમાં આધુનિક ઓક્સિજન પાર્કનું નિર્માણ થશે તેમજ મુખ્ય માર્ગોની બંને સાઇડમાં 13 હજાર જેટલા વૃક્ષો વાવી શહેરને હરિયાળું બનાવવામાં આવશે. 'ટુ વ્હીલર ફોર ટુ' અનોખી બાઇક રેલીને લીલીઝંડી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેવાભાવી સંસ્થા દ્વારા શરૂ કરાયેલા 'ટુ વ્હીલર ફોર ટુ' અભિયાન અંતર્ગત અનોખી બાઇક રેલીને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય બાઇક પર એક જ વ્યક્તિ સવાર હોય ત્યારે રાહદારીને લિફ્ટ આપી મદદ કરવાનો સંકલ્પ લેવડાવવાનો છે. ત્યારબાદ મુખ્યમંત્રી બપોર પછી યોજાયેલા 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ'ના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ નિહાળી પોલીસની શસ્ત્ર શક્તિ દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત અમરેલી પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમર્થ વ્યાયામ મંદિર ખાતે ગુજરાત પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ તથા ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રો, ટેક્નોલોજીકલ સાધનો અને સુરક્ષા ઉપકરણોનું નિરીક્ષણ કરી તેમની વિશેષતાઓ જાણી હતી. આધુનિક રાઇફલો અને ગ્રેનેડ લોન્ચરનું પ્રદર્શન પ્રદર્શનમાં 7.62 mm સ્નાઇપર રાઇફલ (ઇશાપોર), ગેલિલ સ્નાઇપર, એન્ટી મટિરિયલ રાઇફલ, AK-47, ઘાતક રાઇફલ, સિગ સોઅર 5.56 mm SF રાઇફલ, એક્સકેલિબર અને ઇન્સાસ સહિતની આધુનિક રાઇફલો રજૂ કરાઈ હતી. આ ઉપરાંત 30 mm ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર, 40 mm અન્ડર બેરલ ગ્રેનેડ લોન્ચર, ગ્લોક પિસ્તોલ, MP-5 સબ-મશીનગન, JVPC અને અમોઘ કાર્બાઇન જેવા ઘાતક શસ્ત્રો પણ પ્રદર્શિત કરાયા હતા. હાઇટેક ટેક્નોલોજી અને વિશેષ ઉપકરણો કોર્નર શોટ સિસ્ટમ, નાઇટ વિઝન ટેક્નોલોજી, ઓપ્ટિકલ સાધનો, રેપલિંગ ઇક્વિપમેન્ટ્સ તેમજ ગેસ ગન અને ટેઝર ગન જેવા બિનઘાતક સાધનો પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ રહ્યા હતા. આધુનિક શસ્ત્રો અને તાલીમના સુમેળથી ચેતક કમાન્ડો ફોર્સની કામગીરી ક્ષમતાની ઝલક જોવા મળી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસની સજ્જતા, શૌર્ય અને ક્ષમતાને મુક્તમને બિરદાવી હતી. દીકરીઓના શિક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ: કૌશિક વેકરિયા ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, 1997માં માત્ર 73 દીકરીઓથી શરૂ થયેલું ગજેરા સંકુલ આજે 8,000 દીકરીઓને શિક્ષણ આપતું વટવૃક્ષ બન્યું છે. તેમણે 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી' જેવી યોજનાઓ દ્વારા સંકુલની વિદ્યાર્થીનીઓને મળેલી કરોડો રૂપિયાની સીધી આર્થિક સહાય બદલ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. 15મી ઓગસ્ટે મુખ્ય ધ્વજવંદન સમારોહ 15 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન સાથે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિનની મુખ્ય ઉજવણી થશે, જ્યાં નાગરિકો પોલીસ જવાનોની આકર્ષક પરેડ નિહાળશે. મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન અને દિલધડક પરેડ 15મી ઓગસ્ટના રોજ અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય દિનના મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવશે. આ પ્રસંગે વિવિધ સુરક્ષા દળો દ્વારા ભવ્ય અને દિલધડક પરેડ રજૂ કરાશે, જે અમરેલીવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. ઐતિહાસિક ઉજવણી માટે જિલ્લા તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.
    Click here to Read More
    Previous Article
    વ્યારામાં 125 ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિર:નિમાસ્ત્રનું લાઈવ નિદર્શન અને મોડેલ ફાર્મની મુલાકાત
    Next Article
    યોગી બોલ્યા- 1947ના કત્લેઆમના દોષિત સપા-કોંગ્રેસ:મોદી જેવા પીએમ હોત તો કોઈ ભારતનો વાળ પણ વાંકો ન કરી શકત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment