Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોરીની ગાડીઓને સ્ક્રેપ વાહનના નંબરથી વેચવાનું કૌભાંડ:ગોધરાનો શખસ ઈકોમાં ચેસીસ અને નંબર પ્લેટ બદલતો, ઓરિજિનલ RC બુકથી લોકોને રેકેટની ગંધ ન આવતી, 4 કાર જપ્ત

    1 week ago

    પંચમહાલ SOGએ ગોધરામાં ચોરીની ઇકો ગાડીઓ પર સ્ક્રેપ કરેલા વાહનોના ચેસીસ નંબર અને નંબર પ્લેટ લગાડી તેને વેચવાના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ મામલે મુખ્ય આરોપી વસીમ સિદ્દીક સમોલની ધરપકડ કરી પોલીસે કુલ 10 લાખ રૂપિયાથી વધુની મિલકત જપ્ત કરી છે. પોલીસ કાર્યવાહી અને દરોડા પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દૂધાત દ્વારા મિલકત સંબંધી વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ SOG ઇન્સ્પેક્ટર એમ.એ. વાઘેલા અને સબ ઇન્સ્પેક્ટર ડી.જી. વહોનીયા તથા બી.કે. ગોહિલની ટીમે બાતમીના આધારે ગોધરાના સિમલા વિસ્તારમાં આવેલા 'ઉસ્માની સ્ક્રેપ'માં દરોડો પાડ્યો હતો. દરોડામાં જપ્ત મુદ્દામાલ આરોપીની મોડસ ઓપરેન્ડી તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી વસીમ સમોલ પહેલા જૂની ઇકો ગાડીઓ તેની ઓરિજિનલ RC બુક સાથે ખરીદતો હતો. ત્યારબાદ તે ગાડીને સ્ક્રેપ કરી, ગેસ કટરની મદદથી ચેસીસ નંબર વાળી પ્લેટ સાચવી રાખતો હતો. આ ચેસીસ નંબર અને જૂની નંબર પ્લેટ તે ચોરીની ઇકો ગાડીઓ પર લગાવી દેતો હતો. અસલ RC બુક હોવાને કારણે તે ગ્રાહકોને આસાનીથી ભરોસો અપાવી ગાડીઓ વેચી દેતો અને તેમના નામે ટ્રાન્સફર પણ કરાવી આપતો હતો. 4 વાહનો રિકવર કરાયા આરોપીની પૂછપરછ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ચોરી થયેલી અને અન્ય લોકોના નામે ટ્રાન્સફર કરી દેવાયેલી 4 ઇકો ગાડીઓ પણ પોલીસે રિકવર કરી છે. હાલ પોલીસે 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ડભોઈમાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી:પાલનપુરમાં કોંગ્રેસ પહેરો ભરતી રહી ને ભાજપે ઉમેદવારને દુપટ્ટો બંધાવી ફોર્મ ખેંચાવ્યું, વડોદરામાં કાર્યકરોએ ગાડીના કાચ ફોડ્યા
    Next Article
    વેરાવળમાં પ્રિ-મોન્સૂન સમારકામ, વીજ પુરવઠો બંધ રહેશે:16 એપ્રિલે સવારે 8:30 થી બપોરના 2 વાગ્યા સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment