Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RBIએ વલસાડ મહિલા બેંક પરના અંકુશો લંબાવ્યા:મુદત ત્રણ મહિના વધારી, 18 સપ્ટેમ્બર 2026 સુધી યથાવત

    4 days ago

    વલસાડ મહિલા નાગરિક સહકારી બેંક પર ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની મુદત વધુ ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે. કરોડો રૂપિયાના લોન કૌભાંડ બાદ બેંક પર મુકાયેલા આ અંકુશો હવે 18 સપ્ટેમ્બર, 2026 સુધી યથાવત રહેશે. RBIએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 35A અને કલમ 56 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ નિર્ણય લીધો છે. અગાઉ આ નિયંત્રણો 18 જૂન, 2026ના રોજ સમાપ્ત થવાના હતા, જેને હવે લંબાવીને 18 સપ્ટેમ્બર, 2026 સુધી કરવામાં આવ્યા છે. મુખ્ય જનરલ મેનેજર બ્રિજ રાજની સહી સાથે જાહેર કરાયેલી પ્રેસ રિલીઝ (2026-2027/456) અનુસાર, જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. આગામી ત્રણ મહિના સુધી બેંક સામાન્ય બેંકિંગ વ્યવહારો કે નવી લોન આપી શકશે નહીં. RBIએ સ્પષ્ટ કર્યું છે કે મુદત વધારાનો અર્થ બેંકની નાણાકીય સ્થિતિથી સંતોષ નથી, અને સમીક્ષા ચાલુ રહેશે. બેંકને સંપૂર્ણ બંધ થતી અટકાવવા અને લાઇસન્સ રદ થતું બચાવવા માટે હવે આક્રમક લોન રિકવરી એકમાત્ર રસ્તો છે. બેંકના ડિરેક્ટરો અને વહીવટકર્તાઓને બાકીદારો પાસેથી વહેલી તકે વધુમાં વધુ લોન રિકવરી કરવા કડક સૂચના અપાઈ છે. જો આગામી ત્રણ મહિનામાં સઘન રિકવરી થશે અને બેંકની નાણાકીય તરલતા સુધરશે, તો જ આ મહિલા બેંક ભવિષ્યમાં ફરીથી સામાન્ય બેંકિંગ કામગીરી શરૂ કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    માથું ધડથી અલગ કર્યું, આખું શરીર ખાઈ ગયો:અમરેલીમાં સિંહે યુવકનો શિકાર કર્યો; સ્થળેથી પાંસળીના ટુકડા-અડધું ખાધેલું માથું મળ્યું
    Next Article
    'NEETની પરીક્ષા રદ થતાં ડિપ્રેશનમાં આવી, હવે પરીક્ષા નહીં આપું':વિદ્યાર્થીઓનો ડ્રોપ ડાઉન રેશિયો વધ્યો, 21 જૂને દેશમાં ફરી 22.79 લાખની મેડિકલમાં પ્રવેશ માટેની પરીક્ષા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment