Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'NEETની પરીક્ષા રદ થતાં ડિપ્રેશનમાં આવી, હવે પરીક્ષા નહીં આપું':વિદ્યાર્થીઓનો ડ્રોપ ડાઉન રેશિયો વધ્યો, 21 જૂને દેશમાં ફરી 22.79 લાખની મેડિકલમાં પ્રવેશ માટેની પરીક્ષા

    4 days ago

    દેશમાં મેડિકલમાં પ્રવેશ માટેની NEETની 3 મેની પરીક્ષા પેપર લીક થવાના કારણે રદ થતાં હવે આ એક્ઝામ 21 જૂનના ફરીથી લેવામાં આવશે. પરંતુ આ પરીક્ષા રદ થવાને કારણે 22.79 લાખ વિદ્યાર્થીઓ પર જાણે વીજળી પડી હતી અને તેને લીધે હવે ડ્રોપ ડાઉન રેશિયો વધ્યો હોય તેમ અનેક વિદ્યાર્થીઓ એવા છે કે હવે તેઓ નીટની પરીક્ષા નહીં આપે. રાજકોટમાં 5568 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. 3 મેના NEET પરીક્ષા આપતી એક વિદ્યાર્થિનીએ કહ્યું કે, મારે તે પરીક્ષામાં 488 માર્ક થતા હતા અને મારું ડેન્ટિસ્ટ બનવાનું સ્વપ્ન હતું પરંતુ આ પરીક્ષા રદ થતાં ડિપ્રેશનમાં આવી હવે હું બીજી વખત નીટની એક્ઝામ નહીં આપું અને તેથી મારું ડોક્ટર બનવાનું સ્વપ્ન અધૂરું રહી જશે. તો અન્ય વિદ્યાર્થિનીએ કહ્યું અમે બે વર્ષ સુધી નીટની પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરી પરંતુ હવે અમે એવા મેન્ટલ સ્ટેજમાં નથી કે ફરીથી આ પરીક્ષા આપી શકાય. જ્યારે અહીંની ફેકલ્ટીએ પણ વિદ્યાર્થીઓની વ્યથા વર્ણવતા કહ્યું કે, NEET પરીક્ષા રદ થઈ એ બાળકો માટે મેજર ટ્રોમા હતો. હવે બીજી વખત જે એક્ઝામ આપશે તે મેન્ટલી સ્ટ્રોંગેસ્ટ બાળકો હશે. પ્રીમિયરની વિદ્યાર્થિની મિશ્રી કુંભાણીએ જણાવ્યું હતું કે, હું પ્રીમિયર સ્કૂલમાં અભ્યાસ કરું છું ત્રીજી મેના નીટની પરીક્ષા આપી હતી જે કેન્સલ થઈ. જેમાં મને 488 માર્ક આવતા હતા અને મારું ડેન્ટિસ્ટ બનવાનું સ્વપ્ન હતું. જોકે તે નીટની પરીક્ષા માત્ર દસ દિવસમાં કેન્સલ થઈ ગયાનું જાહેર થતા મારુ ડોક્ટર બનવાનું સપના અધૂરું રહી જશે. નીટની પરીક્ષા રદ થતાં અમે ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયા હતા. કારણકે અગાઉ બે વર્ષ મહેનત કરેલી હતી તો ફરીથી બધું કરવું પડશે તેવા વિચારો આવતા હતા. બીજી વખત નીટની પરીક્ષા આપવી અને પ્રેશરમાં આવવું તે ખૂબ જ અઘરું થઈ જાય તેમ છે. જેથી હવે હું NEET પરીક્ષા નહીં આપું અને તેથી ડેન્ટિસ્ટ બનવાનું સપના અધૂરું રહી જશે. અન્ય વિદ્યાર્થિની મિશા કુંભાણીએ જણાવ્યું હતું કે, અગાઉ NEET ની પરીક્ષા 3 મે ના લેવામાં આવી હતી ત્યારે અમે ખૂબ જ મહેનત કરી અને હિંમત રાખીને NEET ની પરીક્ષા આપી હતી. જોકે બાદમાં 12 જૂને એવું NEET નું પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી તેવું જાહેર કરાયું અને ફરીથી નીટની પરીક્ષા લેવા માટેનું એલાન થયું. જેને કારણે અમે ખૂબ જ પ્રેશરમાં આવી ગયા હતા. અમે ડીમોરલાઇઝ થઈ ગયા હતા. જેથી અમે એવા મેન્ટલ સ્ટેજમાં ન હતા કે ફરીથી નીટની પરીક્ષા આપી શકીએ. જેથી ઘરે પેરેન્ટ્સને વાત કરી હતી કે હવે અમે નીટની પરીક્ષા આપી શકીએ તેમ નથી. જેથી અમારા વાલીઓએ પણ એવું કહ્યું કે તમારાથી વધુ ઈમ્પોર્ટન્ટ કઈ નથી. તમારે જે રીતે કરવું હોય તે રીતે કરો. કારણકે નીટની પરીક્ષા ફરી વખત આપવી કે ખૂબ જ પ્રેશરાઇઝ છે અગાઉ અમે બે વર્ષ સુધી મહેનત કરી ચૂક્યા છીએ અને હવે ફરીથી આ નીટની પરીક્ષા આપવી તે ખૂબ જ મહેનતનું કામ છે. પ્રીમિયર સ્કૂલની કેમેસ્ટ્રી ફેકલ્ટીના મનન જોશીએ જણાવ્યું હતું કે, NEET ની પરીક્ષા રદ થઈ હતી તે અમારા માટે વીજળી પડ્યા બરાબર હતું. વિદ્યાર્થીઓએ બે વર્ષ સુધી તનતોડ મહેનત કરીને સ્ટ્રેસ વચ્ચે નીટની પરીક્ષા આપી અને પેપરો પણ ખૂબ સારા ગયા અને ત્યારબાદ મોજમાં આવીને ફરવા અને દેવ દર્શન માટે નીકળી પડ્યા તે વિદ્યાર્થીઓને ઓચિંતાની ખબર પડી કે નીટની પરીક્ષા રદ થઈ છે. જે બાળકો માટે મેજર ટ્રોમા સ્વરૂપ હતુ. જે વિદ્યાર્થીઓને પેપર સારા ગયા હતા અને માંડ મહેનત કરીને નીટની પરીક્ષા આપી હતી તે તમામ વિદ્યાર્થીઓ નિરાશ થયા હતા. તેમણે જણાવ્યું કે નીટની પરીક્ષા રદ થતાં ડ્રોપ ડાઉન રેશિયો વધ્યો છે. ભલે 21 મી જુનની પરીક્ષા માટે સરકાર દ્વારા અલગથી કોઈ ફી લેવામાં આવી નથી પરંતુ બાળકો હવે નીટની પરીક્ષા આપવા માટે તૈયાર નથી કારણકે એટલા બધા ગભરાઈ ગયા છે કારણકે તેને એવું છે કે હું કઈ રીતે હવે આ પરીક્ષા આપી શકીશ. નીટની પરીક્ષા રદ થઈ તે વિદ્યાર્થીઓ માટે તો કલ્પના બહારની બાબત હતી અને શિક્ષકો માટે પણ આ જ પરિસ્થિતિ હતી. હવે બાળકને એમ કઈ રીતે કહેવું કે બાળક આવું તો થાય જીવનમાં, ફરીથી પરીક્ષા દેવાની. બાળકો માટે આ પરિસ્થિતિ અકલ્પનીય અને અસહ્ય છે. હવેની NEET પરીક્ષા જે બાળક આપશે તે મેન્ટલી સ્ટ્રોંગેસ્ટ બાળકો હશે કારણ કે સ્ટ્રેસ અને ટ્રોમા ઓવરકમ કરીને આ પરીક્ષા આપશે. જ્યારે બાયોલોજીના ફેકલ્ટી નેહા દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2024 અને 2025 માં NEET ની પરીક્ષા લેવામાં આવી અને તે રદ થઈ હતી તે વખતે સરકારે કંઈ કર્યું ન હતું પરંતુ આ વખતે ખૂબ જ કડક પરીક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે જેમાં પેપર સેટર અને ટ્રાન્સલેટરોને હાઉસ લોકમાં રાખવામાં આવ્યા છે. આ સાથે જ ડિજિટલ લોકમાં પેપર પહોંચાડવાની કામગીરીમાં એરફોર્સની મદદ લેવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને 2 થી 5 ને બદલે 2 થી 5.15 એટલે કે પેપર લખવા માટે 15 મિનિટનો વધુ સમય આપવામાં આવશે આ સાથે જ રફ વર્કના પેજ 2 થી વધારી 4 કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ભારતમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની UG NEET (અન્ડર ગ્રેજ્યુએશન નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) આગામી તારીખ 21 જૂન,2026 ના રોજ લેવાનાર છે. જેમાં 22.79 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં રાજકોટ શહેરમાં 5,568 વિદ્યાર્થીઓ છે. જેમાં 1 સવાલ ખોટો પડે તો સાચામાંથી એક માર્ક કપાશે. જેમાં પરીક્ષા શરૂ થયાના દોઢ કલાક પહેલાથી એડમિટ કાર્ડના આધારે એન્ટ્રી શરૂ કરી દેવામાં આવશે. પરીક્ષા ના બપોરે 2 થી 5.15 વાગ્યા દરમિયાન લેવામાં આવશે.1.30 વાગ્યે એક્ઝામ સેન્ટરનો ગેટ બંધ કરી દેવામાં આવશે. જે માટે વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ સાથે 11.30 વાગ્યાથી એન્ટ્રી શરૂ કરી દેવામાં આવશે. વિદ્યાર્થીઓની બાયોમેટ્રિક હાજરી પૂરવાની હોવાથી દરેક વિદ્યાર્થીઓ માટે એન્ટ્રીનો સમય અલગ અલગ રાખવામાં આવ્યો છે. 720 માર્કની પરીક્ષા હશે. જેમાં 4- 4 માર્કના 90 પ્રશ્નો બાયોલોજીના, 45- 45 પ્રશ્નો કેમેસ્ટ્રી અને ફિઝિક્સના હશે. જેમાં એક સવાલ ખોટો પડતા સાચા પ્રશ્નોમાંથી એક માર્ક કપાશે. આ પરીક્ષા પેન અને પેપર મોડ પર હશે. જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની પ્રથમ એક કલાક અને છેલ્લી અડધી કલાક વોશરૂમ જવા દેવામાં નહીં આવે અને જો જાય તો ફરીથી તેની બાયોમેટ્રિક હાજરી પૂરવામાં આવશે અને તેથી વિદ્યાર્થીઓને સમય બગડશે. જેથી આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ શક્ય હોય તો પરીક્ષા કેન્દ્રની બહાર ન નીકળવું.
    Click here to Read More
    Previous Article
    RBIએ વલસાડ મહિલા બેંક પરના અંકુશો લંબાવ્યા:મુદત ત્રણ મહિના વધારી, 18 સપ્ટેમ્બર 2026 સુધી યથાવત
    Next Article
    Ukraine Offers Lucrative Fixed-Term Army Contracts To Attract Recruits

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment