Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખટોદરામાં સરકારી સ્ટાફ ક્વાર્ટર્સની લિફ્ટમાં બે યુવક ફસાયા:ફાયર બ્રિગેડે હાઇડ્રોલિક કટરથી દરવાજો તોડી બહાર કાઢ્યા, વારંવાર રિપેરિંગ છતાં RB વિભાગની ઘોર બેદરકારી

    1 day ago

    સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં સરકારી સ્ટાફ ક્વાર્ટર્સમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. બિલ્ડિંગની લિફ્ટ અચાનક ટેકનિકલ ખામીના કારણે બંધ પડી જતાં તેમાં સવાર બે યુવક અધવચ્ચે જ ફસાઈ ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આખરે ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરીને હાઈડ્રોલિક સાધનો વડે લિફ્ટનો દરવાજો તોડી બંને યુવકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. અચાનક લિફ્ટ લોક થઈ જતાં જીવ તાળવે ચોંટ્યા મળતી માહિતી મુજબ, ખટોદરામાં સરકારી સ્ટાફ ક્વાર્ટર્સના લિફ્ટ-1માં બે યુવાન જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક લિફ્ટ કોઈ કારણોસર અધવચ્ચે જ ખોટકાઈ ગઈ હતી અને તેના દરવાજા જામ થઈ ગયા હતા. લિફ્ટ બંધ થઈ જતાં અંદર ઘોર અંધારું છવાઈ ગયું હતું અને ગૂંગળામણને કારણે બંને યુવકોની હાલત કફોડી બની ગઈ હતી. તેમણે બચાવવા માટે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે હાઈડ્રોલિક કટરથી લિફ્ટનો દરવાજો તોડ્યો ઘટનાની ગંભીરતાને જોતાં જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. લિફ્ટનો ઓટોમેટિક દરવાજો સંપૂર્ણપણે લોક થઈ ગયો હોવાથી ફાયર જવાનોએ અત્યાધુનિક હાઈડ્રોલિક કટર અને સ્પ્રેડર જેવા સાધનોનો ઉપયોગ કર્યો હતો. ભારે જહેમત બાદ લિફ્ટના દરવાજાને એક તરફથી તોડીને જગ્યા બનાવવામાં આવી હતી. ફાયર જવાનોએ અંદર ફસાયેલા બંને યુવકોને એક પછી એક સુરક્ષિત રીતે બહાર ખેંચી કાઢ્યા હતા. બહાર આવતાની સાથે જ યુવકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બે-ત્રણ વાર રિપેરિંગ છતાં કેમ ખોરવાઈ? આ ઘટના બાદ માર્ગ અને મકાન (RB) વિભાગની નબળી કામગીરી અને ઘોર બેદરકારી છતી થઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ લિફ્ટ અગાઉ પણ અવારનવાર બંધ પડી જતી હતી. RB વિભાગ દ્વારા તાજેતરમાં જ બે થી ત્રણ વખત આ લિફ્ટનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હોવાનો દાવો કરાયો હતો. જો કે, વારંવાર રિપેરિંગ કરવા છતાં પણ લિફ્ટ કેમ બંધ પડી? સરકારી બાબુઓએ માત્ર કાગળ પર જ રિપેરિંગ બતાવ્યું હતું કે ખરેખર નબળું મટીરિયલ વાપરવામાં આવ્યું છે? તેવા અનેક વેધક સવાલો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. જો સમયસર ફાયર ટીમ ન પહોંચી હોત તો ગૂંગળામણના કારણે મોટી જાનહાનિ થઈ શકી હોત.
    Click here to Read More
    Previous Article
    કોરિયાના પ્રવાસનનું ગ્લોબલ એન્જિન બન્યા ‘બર્થડે કેફે’:શૂન્ય રોકાણ અને નફાના આ ફોર્મ્યુલાથી વિદેશી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે
    Next Article
    પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ:મહોર્રમ શાંતિપૂર્ણ ઉજવવા, સોશિયલ મીડિયાના દુરુપયોગથી દૂર રહેવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment