Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    13 વર્ષની સગીરાના ગર્ભપાત માટે હાઇકોર્ટની મંજૂરી:ત્રણ સિનિયર ગાયનેકોલોજિસ્ટ અને એક સાયકિયાટ્રિસ્ટની ટીમ બનાવો, તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરો

    4 days ago

    ગુજરાત હાઇકોર્ટમાં જૂનાગઢથી એક 13 વર્ષની સગીર દુષ્કર્મ પીડિતા વતી અરજી દાખલ કરવામાં આવી હતી. જેને 19 અઠવાડિયાનો ગર્ભ હોવાથી ગર્ભપાતની માંગ કરી હતી. આરોપી સામે ઉના પોલીસ મથકે BNS અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પીડિતા સગીર હોવાથી અને તેના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને ગંભીર ઈજા ન પહોંચે તે હેતુથી, તેના ગર્ભપાતની મંજૂરી માંગવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટે વર્ષ 2026માં 15 જૂન સુધીમાં એટલે કે સાડા પાંચ મહિનામાં 12 પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી છે. હાઈકોર્ટના અગાઉના આદેશ અનુસાર GMERS મેડિકલ કોલેજ હોસ્પિટલ, જૂનાગઢના નિષ્ણાત ડૉક્ટરોની ટીમ દ્વારા પીડિતાની તપાસ કરવામાં આવી હતી. મેડિકલ રિપોર્ટ અનુસાર ગર્ભપાત કરવો તબીબી રીતે શક્ય છે અને તેમાં જોખમ ખૂબ જ ઓછું છે. જો કે પીડિતામાં એનિમિયા હોવાથી મલ્ટી-ડિસિપ્લિનરી અભિગમ હેઠળ તેની સારવાર કર્યા બાદ જ આ પ્રક્રિયા હાથ ધરવાનું જણાવાયું હતું. ‘ગર્ભ સ્ત્રીના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર ઈજા સમાન’ ગુજરાત હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશ ટાંકતા નોંધ્યું હતું કે દુષ્કર્મના કારણે રહેલો ગર્ભ સ્ત્રીના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર ઈજા સમાન છે. બંધારણની કલમ 21 હેઠળ સ્ત્રીને પોતાના શરીર અને પ્રજનન અંગે નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. સગીર વયની પીડિતાને દુષ્કર્મ કરનાર વ્યક્તિના બાળકને જન્મ આપવા અને ઉછેરવા માટે મજબૂર કરવી એ અમાનવીય છે, અને તે બાળપણમાં જ બીજા બાળકને ઉછેરવા જેવી આઘાતજનક સ્થિતિ પેદા કરે છે. હાઇકોર્ટે પીડિતાની માનસિક પીડાને ધ્યાનમાં રાખીને ગર્ભપાતની મંજૂરી આપી હતી. કોર્ટે GMERS મેડિકલ કોલેજ જૂનાગઢના હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને તાત્કાલિક ત્રણ સિનિયર ગાયનેકોલોજિસ્ટ અને એક સાયકિયાટ્રિસ્ટ સહિતના નિષ્ણાતોની ટીમ બનાવીને તાકીદે આ પ્રક્રિયા હાથ ધરવા આદેશ અપાયો છે. બાળક જીવિત જન્મે તો શ્રેષ્ઠ સારવાર આપવી પડશે કોર્ટે પીડિતાના ગર્ભના પેશીઓના નમૂના વૈજ્ઞાનિક પદ્ધતિથી એકત્રિત કરી તપાસ કરનાર પોલીસ અધિકારીને DNA ઓળખ અને પુરાવા માટે સોંપવાના રહેશે. જો ગર્ભપાત દરમિયાન બાળક જીવિત જન્મે, તો હોસ્પિટલે તેને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવાની રહેશે. જેથી તે સ્વસ્થ બાળક તરીકે વિકાસ પામી શકે. પીડિતા કે તેનો પરિવાર જવાબદારી ન લે તો સરકાર જવાબદારી લે જો પીડિતા કે તેનું કુટુંબ બાળકની જવાબદારી લેવા તૈયાર ન હોય, તો રાજ્ય સરકાર અને તેની એજન્સીઓએ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ તે બાળકની સંપૂર્ણ જવાબદારી અને તબીબી સુવિધાઓ સંભાળવાની રહેશે. પીડિતાએ પોતાના જોખમે આ સર્જરી કરાવવા માટે હોસ્પિટલમાં યોગ્ય બાંહેધરી પત્ર આપવાનું રહેશે.
    Click here to Read More
    Previous Article
    સાયબર ફ્રોડનો વોન્ટેડ આરોપી એક વર્ષે ઝડપાયો:તાપી LCBએ વ્યારાથી પકડી મોટી સફળતા મેળવી
    Next Article
    સોમનાથ-પ્રભાસ પાટણમાં દૂષિત પાણીની સમસ્યા:હોમગાર્ડ ઓફિસ પાસે ગટરનું પાણી ભળવાનો આક્ષેપ, રોગચાળાનો ભય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment