Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ-પ્રભાસ પાટણમાં દૂષિત પાણીની સમસ્યા:હોમગાર્ડ ઓફિસ પાસે ગટરનું પાણી ભળવાનો આક્ષેપ, રોગચાળાનો ભય

    4 days ago

    સોમનાથ-પ્રભાસ પાટણ નગરપાલિકા દ્વારા પૂરા પાડવામાં આવતા પીવાના પાણીની ગુણવત્તા અંગે ગંભીર ફરિયાદો ઉઠી છે. પાટ ચકલા વિસ્તારમાં, ખાસ કરીને હોમગાર્ડ ઓફિસ નજીકના રહેણાંક વિસ્તારોમાં, છેલ્લા કેટલાક સમયથી નળમાં દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, રોડ સાઇડમાં આવેલી મુખ્ય પાણી પુરવઠાની પાઇપલાઇનમાં લીકેજ છે. આ લીકેજના છિદ્રમાં નજીકથી પસાર થતા ગટરના ધોરીયાનું ગંદુ પાણી ભળી રહ્યું છે, જેના કારણે પાણીની લાઇન પ્રદૂષિત બની રહી છે. સ્થળ પર પાણીની પાઇપમાંથી નાનો ફુવારો નીકળતો જોવા મળે છે અને તેની આસપાસ ગટરનું ગંદુ પાણી સતત ભરાયેલું રહે છે. આ દૂષિત પાણી આગળના વિસ્તારોમાં પણ પહોંચી રહ્યું હોવાથી લોકોમાં વ્યાપક ચિંતા છે. રહેવાસીઓનું કહેવું છે કે દૂષિત પાણીના કારણે ટાઇફોઇડ, કમળો, ડાયરીયા અને ગેસ્ટ્રોએન્ટરાઇટિસ જેવા પાણીજન્ય રોગો ફેલાવાની શક્યતા વધી ગઈ છે. ઉનાળાની ઋતુમાં સ્વચ્છ પીવાનું પાણી આરોગ્ય માટે અત્યંત જરૂરી છે. આ ગંભીર સમસ્યા હોવા છતાં, નગરપાલિકા તંત્ર દ્વારા તેના કાયમી નિરાકરણ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. શહેરમાં અન્ય સ્થળોએ પણ પાણીની લાઇનોમાં લીકેજ અને ગેરકાયદેસર જોડાણો હોવાની ચર્ચાઓ છે, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ વ્યાપક સર્વે કે તકનીકી તપાસ હાથ ધરવામાં આવી નથી. નાગરિકોએ તાત્કાલિક અસરથી લીકેજ દૂર કરી પાણીની લાઇનનું સમારકામ કરવા, પાણીના નમૂનાઓની લેબોરેટરી તપાસ કરાવવા અને સમગ્ર વિસ્તારમાં શુદ્ધ તથા સલામત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આરોગ્ય સંકટ ઊભું થઈ શકે છે, જેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે તેવી ચેતવણી પણ અપાઈ છે.
    Click here to Read More
    Previous Article
    13 વર્ષની સગીરાના ગર્ભપાત માટે હાઇકોર્ટની મંજૂરી:ત્રણ સિનિયર ગાયનેકોલોજિસ્ટ અને એક સાયકિયાટ્રિસ્ટની ટીમ બનાવો, તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરો
    Next Article
    ગોધરા સ્ટ્રાઈકર્સે કોમી એકતા ટુર્નામેન્ટ જીતી:રાજન ટીમને 33 રને હરાવી ટ્રોફી, ₹11 હજાર ઇનામ મેળવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment