Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા સ્ટ્રાઈકર્સે કોમી એકતા ટુર્નામેન્ટ જીતી:રાજન ટીમને 33 રને હરાવી ટ્રોફી, ₹11 હજાર ઇનામ મેળવ્યું

    4 days ago

    ગોધરામાં આયોજિત કોમી એકતા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં ગોધરા સ્ટ્રાઈકર્સે વિજય મેળવ્યો છે. ગોધરા-વડોદરા હાઇવે પર આવેલા રોયલ ઈન બોક્સ ખાતે સલમાન હુરી અને સુલેમાન યાયમનના આયોજન હેઠળ આ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. ગત મોડી રાત્રે રમાયેલી ફાઇનલ મેચમાં ગોધરા સ્ટ્રાઈકર્સ અને રાજન ટીમ વચ્ચે મુકાબલો થયો હતો. ગોધરા સ્ટ્રાઈકર્સે રાજન ટીમને 33 રને પરાજય આપી ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. ગોધરા સ્ટ્રાઈકર્સ ટીમની વિશેષતા એ હતી કે તેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના ખેલાડીઓ સાથે મળીને રમ્યા હતા, જેણે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ટુર્નામેન્ટના અંતે, વિજેતા ટીમને ટ્રોફી સાથે ₹11,000નું રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. રનર-અપ ટીમને ટ્રોફી સાથે ₹5,000નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ દરમિયાન, ગોધરા મેડિકલ સ્ટોરના અનસભાઈ દ્વારા ખેલાડીઓ અને ઉપસ્થિત લોકોને નિઃશુલ્ક ORSનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કોમી એકતા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટે માત્ર રમતગમતને જ નહીં, પરંતુ સામાજિક સૌહાર્દ, ભાઈચારો અને એકતાનો પણ સુંદર સંદેશ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ-પ્રભાસ પાટણમાં દૂષિત પાણીની સમસ્યા:હોમગાર્ડ ઓફિસ પાસે ગટરનું પાણી ભળવાનો આક્ષેપ, રોગચાળાનો ભય
    Next Article
    'અપમાન કરવા બોલાવો છો, ચૂંટણી જીતીને આવી છું':ભાજપના સરકારી કાર્યક્રમમાં જ MLA દર્શનાબેનનું અપમાન, વોકઆઉટ સાથે રાજીનામાંની ચીમકી, મનસુખ વસાવા પણ ધરણાં પર બેઠા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment