Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃત્રિમ વરસાદ વરસાવવા રજુઆત:સૌરાષ્ટ્રમાં વરસાદની અછતને પગલે ધોરાજી-ઉપલેટાના પૂર્વ MLA લલિત વસોયાએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી

    1 day ago

    સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે અલનીનોની ભયંકર અસરોના કારણે વરસાદની ભારે અછત સર્જાઈ છે. જેથી ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે ભારે ચિંતામાં મુકાયા છે. જેની પાસે ભૂગર્ભજળ, બોર કે કૂવાની સગવડ છે તેઓ કોઈપણ ભોગે પોતાનો પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી માત્ર વાદળછાયું વાતાવરણ જ રહે છે, પરંતુ વરસાદ વરસતો નથી. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરાજી-ઉપલેટા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તાત્કાલિક રજૂઆત કરી છે. લલિત વસોયાએ પત્રમાં જણાવ્યું છે કે, વર્તમાન સમયમાં વિજ્ઞાન-ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઈ છે અને ગુજરાત આર્થિક રીતે પણ સક્ષમ રાજ્ય છે. ભૂતકાળમાં સરકાર દ્વારા કૃત્રિમ વરસાદ વરસાવવાના સફળ પ્રયત્નો કરાયા હતા. હાલમાં વાદળછાયું વાતાવરણ હોવાથી જો સરકાર તાત્કાલિક ધોરણે કૃત્રિમ વરસાદ માટેનો પ્રયોગ હાથ ધરે તો વરસાદ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. આથી ખેડૂતોના પાકને ઉગારી લેવા માટે સરકારે ત્વરિત પગલાં ભરીને કૃત્રિમ વરસાદ અંગે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. PDU હોસ્પિટલના હેલ્પ ડેસ્કે નિરાધાર વૃદ્ધને રોગમુક્ત કરી આશ્રમમાં આશરો આપ્યો રાજકોટ સ્થિત PDU સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક મોનાલી માંકડિયા, RMO હર્ષદ દૂસરા તથા HR મેનેજર ભાવનાબેન સોનીની આગેવાની હેઠળ કાર્યરત હેલ્પ ડેસ્ક નિરાધાર દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં તા. 28-07-2026ના રોજ TBCD વોર્ડમાં દાખલ થયેલા નારણ નાનજી વાઘેલા નામના દર્દીને HOD ઘનશ્યામ, એસોસિએટ પ્રો. ભૂમિકા પટેલ, AP તન્મય, સિનિયર ડોક્ટર સિદ્ધરાજ, રેસીડેન્ટ ડોક્ટર સૌરવ તેમજ પ્રજેશ સર સહિતના તબીબો અને નર્સિંગ સ્ટાફની યોગ્ય સંભાળથી ટીબીમુક્ત કરાયા હતા. તબીબી રીતે સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. ડિસ્ચાર્જ બાદ પરિવારજનોએ નારણભાઈને સાથે રાખવાનો ઇનકાર કરી દેતાં તેમની સુરક્ષા અને આશ્રયનો પ્રશ્ન ઊભો થયો હતો. આ વિષમ પરિસ્થિતિમાં હેલ્પ ડેસ્ક અને TBCD વોર્ડની ટીમે સામાજિક જવાબદારી નિભાવી વૃદ્ધના પુનર્વસન માટે તજવીજ હાથ ધરી હતી. આ માનવતાવાદી કામગીરીના ભાગરૂપે રસ્તે રઝળતા અને સ્વજનોથી વંચિત આ દર્દીને સારવાર આપી રોગમુક્ત કર્યા બાદ વાંકાનેર આશ્રમમાં સુરક્ષિત આશરો અપાયો હતો. સ્માર્ટ સિટી રાજકોટમાં દૂષિત પાણીનું દુષણ, 6 મહિનામાં 5293 ફરિયાદો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દૂષિત પાણીનું વિતરણ થતાં છેલ્લા માત્ર 6 મહિનામાં 5293 ફરિયાદો નોંધાઈ છે. આ સમસ્યાને કારણે શહેરમાં પાણીજન્ય અને વાયરલ રોગચાળો વકર્યો છે, જેમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઝાડા-ઊલટી, ટાઈફોઈડના અને કમળાનાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તો ખાનગી હોસ્પિટલોમાં આવતા દર 10 દર્દીઓમાંથી 4 દર્દીઓ મરડો તથા ઝાડા-ઊલટીથી પીડાતા હોવાનું પણ સામે આવ્યું છે. પાઈપલાઈનમાં મોટા પાયે લીકેજને કારણે પાણીમાં જોખમી બેક્ટેરિયાનું પ્રમાણ વધી જતાં 37 સોસાયટીઓમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આ સમસ્યા દૂર કરવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જનરલ બોર્ડમાં અપાયેલા સત્તાવાર જવાબ મુજબ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો વેસ્ટ ઝોનના છે. લાઈન લીકેજની ફરિયાદો અંગે વોર્ડ નંબર 18માં સૌથી વધુ 364 ફરિયાદો નોંધાઈ છે. મનપાના આરોગ્ય વિભાગ અને વોટર વર્ક્સ વિભાગ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવવા માટે દૂષિત પાણી આવતું હોય તેવા તમામ વિસ્તારોમાંથી રેન્ડમલી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જર્જરિત અને લીકેજ ધરાવતી પાઈપલાઈનોનું સમારકામ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, અસરગ્રસ્ત સોસાયટીઓમાં ક્લોરીનેશનની પ્રક્રિયા વધારવા, લોકોને ઉકાળેલું પાણી પીવાની સલાહ આપવા સહિતનાં પગલાં લેવામાં આવી રહ્યા છે. મનપા સાતમ-આઠમના તહેવારોમાં 3 પ્લોટ 1 મહિના માટે ભાડે આપશે રાજકોટ મહાપાલિકા દ્વારા આગામી સાતમ-આઠમના તહેવારોને ધ્યાનમાં રાખીને ખાનગી મેળાના આયોજન માટે 3 ટીપી પ્લોટ 1 મહિના માટે ભાડે આપવા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તા. 30 ઓગષ્ટથી તા. 28 સપ્ટેમ્બર સુધી ભાડે આપવામાં આવનાર પ્લોટમાં નાના મવા સર્કલ પાસેનો 9438 ચોરસમીટર, સાધુ વાસવાણી રોડ પરનો 5388 ચોરસમીટર અને અમીન માર્ગ કોર્નર પરનો 4669 ચોરસમીટરનો પ્લોટ સમાવિષ્ટ છે. દરેક પ્લોટની અપસેટ પ્રાઇઝ પ્રતિ ચોરસમીટર રૂ. 5 નક્કી કરવામાં આવી છે. રસધરાવતી પાર્ટીઓ 21 ઓગષ્ટ સુધીમાં અરજી ડાઉનલોડ કરી તા. 25 ઓગષ્ટ સુધીમાં રજીસ્ટર્ડ એડીથી મોકલી શકશે. ગત વર્ષે રાઇડ્સની મંજૂરીની જટિલતાને કારણે બે વાર ટેન્ડર બહાર પાડવા છતાં કોઈ એજન્સીએ રસ દાખવ્યો નહોતો. આ વર્ષે પણ કમિશનર દ્વારા મોડી મંજૂરી મળતાં 25 ઓગષ્ટ પછી ટેન્ડર ખૂલ્યા બાદ રાઇડ્સની મંજૂરી-ફાઉન્ડેશનની કામગીરી માટે ઓછો સમય હોવાથી મનપાને આવક થશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે. રાજકોટ ડિવિઝનની 3 જોડી ટ્રેનોમાં LHB કોચ જોડાશે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 જોડી ટ્રેનોમાં પરંપરાગત ICF કોચના બદલે અત્યાધુનિક LHB રેક લગાવવાનો નિર્ણય રેલવે તંત્ર દ્વારા લેવાયો છે. LHB કોચ હાઇ સ્પીડમાં વધુ સ્ટેબિલિટી, ઓછા આંચકા અને અધ્યતન સુરક્ષા સુવિધાઓથી સજ્જ હોય મુસાફરોને હવે પહેલા કરતાં વધુ સુવિધાજનક અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળશે. ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, તબક્કાવાર રીતે ટ્રેનોને એલએચબી રેકથી દોડાવવામાં આવશે. જેમાં ટ્રેન નંબર 12905/12906 પોરબંદર-શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ 21 અને 23 ઓક્ટોબર, 2026 થી 22 કોચ સાથે દોડશે. ટ્રેન નંબર 20968/20967 પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ 20 અને 21 ઓક્ટોબર, 2026 થી 21 કોચ સાથે દોડશે. જ્યારે ટ્રેન નંબર 12949/12950 પોરબંદર-સંતરાગાછી-પોરબંદર એક્સપ્રેસ 23 અને 25 ઓક્ટોબર, 2026 થી 22 એલએચબી કોચ સાથે દોડશે. આ તમામ ટ્રેનોમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એસી, સ્લીપર, પેન્ટ્રી કાર, જનરલ અને લગેજ વેન સહિતના આધુનિક કોચ સામેલ કરાશે. આ ફેરફારથી રેલવેની સંચાલન ક્ષમતા વધશે અને મુસાફરોને વધુ સારા પ્રવાસનો અનુભવ મળશે.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપા સામે ફાયર જવાનોનું વિરોધ પ્રદર્શન:વર્ગ-2 અને 3 ના બદલે વર્ગ-4 ના માર્શલોને કેમ ACBના પંચ બનાવાય છે?, અધિકારીઓની દાદાગીરી સામે લડતનું એલાન
    Next Article
    'Pakistan's Frustration': India On Reaction To Sergio Gor's J&K Comment

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment