Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે સોમવતી અમાસ, શિવ મંદિરોમાં ભક્તોની ભીડ:મહિલાઓ સહિત ભક્તોએ પીપળાની પ્રદક્ષિણા કરી

    4 days ago

    અધિક જેઠ માસની આજે પૂર્ણાહુતિ થઈ રહી છે. સોમવાર અને અમાસના સંયોગને કારણે આજે સોમવતી અમાસનો વિશેષ યોગ સર્જાયો છે. આ નિમિત્તે સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. મહત્વપૂર્ણ છે કે, અધિક માસમાં સોમવતી અમાસનો આવો યોગ 30 વર્ષ બાદ સર્જાયો છે. આ કારણે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓ શિવજીની આરાધના કરવા મંદિરોમાં ઉમટી પડ્યા હતા. હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તો પરિવાર સાથે પૂજન-અર્ચન અને અભિષેક કરવા પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં ગ્રહ પૂજા, કાલસર્પ પૂજા અને ગ્રહ શાંતિ પૂજા સહિતની વિવિધ પૂજાઓ પણ શરૂ થઈ હતી. મંત્રોચ્ચારથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. મહિલાઓ સહિત અનેક ભક્તોએ શહેરના વિવિધ શિવ મંદિરો બહાર પીપળાના વૃક્ષની 108 પ્રદક્ષિણા કરીને ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    'અપમાન કરવા બોલાવો છો, ચૂંટણી જીતીને આવી છું':ભાજપના સરકારી કાર્યક્રમમાં જ MLA દર્શનાબેનનું અપમાન, વોકઆઉટ સાથે રાજીનામાંની ચીમકી, મનસુખ વસાવા પણ ધરણાં પર બેઠા
    Next Article
    બોમ્બે HCના ગુજરાતી મૂળના રિટાયર્ડ જસ્ટિસની દીકરીનું નાક તોડી નાખ્યું:લંડનમાં હુમલો થયો, 10 મહિનાથી મળે છે જાનથી મારી નાખવાની ધમકી, જજે દાઉદી વોરા ધર્મગુરૂ અંગે ચુકાદો આપ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment