Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર ફ્રોડનો વોન્ટેડ આરોપી એક વર્ષે ઝડપાયો:તાપી LCBએ વ્યારાથી પકડી મોટી સફળતા મેળવી

    4 days ago

    તાપી જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ 'મ્યુલ હંટ 2.0' અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) અને પેરોલ ફર્લો સ્કોર્ડને મોટી સફળતા મળી છે. સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને પોલીસે વ્યારાથી ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એલસીબી તાપીની ટીમ 14 જૂન 2026ના રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન, બાતમીદારો પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વ્યારા કોલેજ બસ સ્ટેન્ડ પાસેથી યાસીર જલાલુદ્દીન શેખને પકડી પાડ્યો હતો. ઝડપાયેલો આરોપી સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુના માં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ હતો. આ ગુનામાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ આઈ.ટી. એક્ટની કલમ 66(સી) અને 66(ડી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી તેની પાસેથી રૂ. 5000ની કિંમતનો એક મોબાઈલ ફોન કબજે કર્યો છે. હાલ આરોપીને વધુ તપાસ અર્થે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    છોટા ઉદેપુરમાં 1.20 લાખ વૃક્ષનું વાવેતર:PM મોદીના 12 વર્ષ પૂર્ણ થવા પર પ્રભારી મંત્રીએ કર્યું વૃક્ષારોપણ
    Next Article
    13 વર્ષની સગીરાના ગર્ભપાત માટે હાઇકોર્ટની મંજૂરી:ત્રણ સિનિયર ગાયનેકોલોજિસ્ટ અને એક સાયકિયાટ્રિસ્ટની ટીમ બનાવો, તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment