Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરમાં 1.20 લાખ વૃક્ષનું વાવેતર:PM મોદીના 12 વર્ષ પૂર્ણ થવા પર પ્રભારી મંત્રીએ કર્યું વૃક્ષારોપણ

    4 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદે 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે છોટા ઉદેપુરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી મંત્રી મનીષાબેન વકીલ, સાંસદ જશુભાઈ રાઠવા અને સ્થાનિક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસે જિલ્લામાં કુલ 1.20 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. છોટા ઉદેપુરના વાઘસ્થળ ખાતે 'હરિયાળું છોટા ઉદેપુર' અભિયાન અંતર્ગત આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, આજે 1.20 લાખ વૃક્ષોનું વાવેતર કરાશે અને સમગ્ર વર્ષ દરમિયાન જિલ્લામાં 12 લાખ છોડ રોપવાનો લક્ષ્યાંક છે. આ પ્રસંગે એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન પણ યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલા કાર્યોની પ્રદર્શની પણ ગોઠવવામાં આવી હતી. સરકારના કાર્યો અને સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
    Click here to Read More
    Previous Article
    સભા સ્થળે હોબાળો, ખેડૂતો ગાંધીનગર જવા અડગ:પાટનગર તરફ ટ્રેકટર આગળ વધી રહ્યા છે, પોલીસ અધિકારીઓ પહોંચ્યા
    Next Article
    સાયબર ફ્રોડનો વોન્ટેડ આરોપી એક વર્ષે ઝડપાયો:તાપી LCBએ વ્યારાથી પકડી મોટી સફળતા મેળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment