Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સભા સ્થળે હોબાળો, ખેડૂતો ગાંધીનગર જવા અડગ:પાટનગર તરફ ટ્રેકટર આગળ વધી રહ્યા છે, પોલીસ અધિકારીઓ પહોંચ્યા

    4 days ago

    ખેડૂતોના અધિકારો માટે આજે (15 જૂન) કોંગ્રેસ 1111 ટ્રેક્ટર સાથે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજી રહ્યું છે. આ રેલીમાં અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા છે. કોંગ્રેસે કાયદાઓને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપ કરાઈ રહી હોવાનો દાવો કર્યો છે. આ પ્રકારની કુલ 5 માગણી સરકાર સમક્ષ કરવામાં આવશે. કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટીયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણી યાત્રાનું સંકલન સંભાળી રહ્યા છે. તેમજ આ અધિકાર રેલીને વિધાનસભામાં કોંગ્રેસના નેતા ડો.તુષાર ચૌધરી તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સંબોધન કરશે. શાંતિપુરા ચોકડીથી રેલી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાનમાં પહોંચશે, જ્યાં ખેડૂત સભાનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી અપાઈ નથી. હાલમાં અમદાવાદની શાંતિપુરા ચોકડીથી કોંગ્રેસની ટ્રેક્ટર રેલી નીકળી હતી, જેમાં નેતાઓએ સ્ટિયરિંગ સંભાળ્યું હતુ, અમિત ચાવડા ટ્રેક્ટર લઈ નીકળ્યા તો પ્રગતિ આહિર ગેનીબેન અને કરસન ભાદરકાને બેસાડી નીકળ્યા હતા. શાંતિપુરા સર્કલથી ઓગણજ તરફની રેલીમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જોડાયા નથી. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરમગામથી રેલીમાં જોડાયા બાદ અડધેથી રેલી છોડી ક્યાંક નીકળી ગયા છે. કોંગ્રેસની ટ્રેક્ટર રેલી સભા સ્થળે પહોંચી ગઈ છે. આ પણ વાંચો: સુરેન્દ્રનગરના કોંઢ ગામના ખેડૂતો ગુસ્સામાં
    Click here to Read More
    Previous Article
    રોશન આનંદનો દાવો- ખાન સરે મારા ભાઈની હત્યા કરાવી:ખાન સરે કહ્યું- બીમારીના કારણે નેપાળમાં મોત થયું, આજે અંતિમ સંસ્કાર
    Next Article
    છોટા ઉદેપુરમાં 1.20 લાખ વૃક્ષનું વાવેતર:PM મોદીના 12 વર્ષ પૂર્ણ થવા પર પ્રભારી મંત્રીએ કર્યું વૃક્ષારોપણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment