Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લાના તમામ 10 તાલુકાના અધિકારીઓને CRS પોર્ટલના યુઝર આઇડી અપાયા:ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે જન્મ કે‎ મરણના દાખલા ટીડીઓ કાઢી આપશે

    17 hours ago

    જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે જન્મ-મરણના દાખલા કઢાવવા માટે મહેસાણા સુધી લાંબા નહીં થવું પડે. રાજ્ય સરકારે જિલ્લાના તમામ 10 તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓને જન્મ-મરણના દાખલા માટેના CRS પોર્ટલના યુઝર આઇડી આપી દીધા છે. આથી હવે ગ્રામ્ય વિસ્તારના લોકો તાલુકા પંચાયત કચેરીમાંથી જ દાખલા મેળવી શકશે. અગાઉ મહેસાણા મહાનગર પાલિકા સહિત જિલ્લાની તમામ 7 નગરપાલિકાઓ અને 10 તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના જન્મ-મરણના દાખલાની ચકાસણી અને મંજૂરીની કામગીરી જિલ્લા કક્ષાએ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જ થતી હતી. એક જ અધિકારી પાસે સત્તા હોવાથી દાખલાની પ્રક્રિયામાં વિલંબ થતો હતો. પરિણામે એક સમયે 2,000થી 2,500 જેટલા દાખલાનું વેઇટિંગ રહેતું અને લોકોને‎ એક-એક મહિના સુધી રાહ જોવી‎ પડતી હતી. ખાસ કરીને ગ્રામ્ય ‎વિસ્તારના લોકોને દાખલા માટે‎ જિલ્લા કચેરી સુધી ધક્કા ખાવા ‎પડતા હતા. આ સમસ્યા અંગે‎ જિલ્લા સંકલન સમિતિની‎ બેઠકમાં ધારાસભ્યો દ્વારા ‎રજૂઆત કરવામાં આવી હતી.‎ ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્રે‎ રાજ્ય સરકાર સમક્ષ તાલુકા‎ કક્ષાએથી જ દાખલા કાઢવાની ‎વ્યવસ્થા ઊભી કરવા દરખાસ્ત‎ કરી હતી. તેના પગલે સરકારે‎ તમામ 10 તાલુકાના તાલુકા ‎વિકાસ અધિકારીઓને પોર્ટલના ‎યુઝર આઇડી ફાળવ્યા છે. આ‎ નવી વ્યવસ્થા અમલી બને તે ‎પહેલાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા‎ તાલુકા વિકાસ અધિકારીઓ‎અને આંકડા મદદનીશ સહિતની ‎ટીમને CRS પોર્ટલ પર‎ જન્મ-મરણના દાખલાની ‎પ્રક્રિયા, ચકાસણી અને મંજૂરીની ‎કામગીરી અંગે તાલીમ પણ‎ આપવામાં આવી છે.‎ મહાનગરપાલિકા અને 7 નગરપાલિકાઓની સત્તા જિલ્લા આરોગ્ય અધિકારી હસ્તક જ જોકે, મહેસાણા મહાનગરપાલિકા સહિત જિલ્લાની તમામ 7 નગરપાલિકા વિસ્તારોના જન્મ-મરણના દાખલાની કામગીરી હજુ પણ જિલ્લા આરોગ્ય અધિકારી હસ્તક જ રહેશે. નવી વ્યવસ્થાનો લાભ હાલ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળશે.
    Click here to Read More
    Previous Article
    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં ઐતિહાસિક નિર્ણયો:કોન્ટ્રાક્ટરો પર લગામ, તમામ બાંધકામો RB ને સોંપાશે,ઉત્તરવહી સરકારી પ્રેસમાંથી જ ખરીદાશે
    Next Article
    ભાસ્કર એનાલિસિસ:નવી સ્કીમો, જૂના મકાનોના રિસેલથી મિલકતના ‎સોદા વધ્યા,10 મહિનામાં ₹370 કરોડની આવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment