Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:નવી સ્કીમો, જૂના મકાનોના રિસેલથી મિલકતના ‎સોદા વધ્યા,10 મહિનામાં ₹370 કરોડની આવક

    17 hours ago

    મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી રહેણાક અને કોમર્શિયલ મિલકતોના બજારમાં સતત વિસ્તરણ થઈ રહ્યું છે. શહેરની આસપાસના ઓજી વિસ્તારોમાં નવી રહેણાક સ્કીમો, બજેટને અનુકૂળ ફ્લેટ, ટેનામેન્ટ અને બંગલોઝનું નિર્માણ તેમજ જૂના મકાનોના પુનઃવેચાણ (રિસેલ)ના સોદામાં વધારો થતાં મિલકતની લે-વેચનું પ્રમાણ વધ્યું છે. તેની સીધી અસર દસ્તાવેજ નોંધણી પર જોવા મળી રહી છે. વર્ષ 2026માં 1 જાન્યુઆરીથી 30 ઓક્ટોબર સુધીના 10 મહિનામાં જિલ્લામાં કુલ 62,879 દસ્તાવેજોની નોંધણી થઈ છે. જેના થકી સરકારને નોંધણી ફી અને સ્ટેમ્પ ડ્યુટી મળીને રૂ. 370.54 કરોડની આવક થઈ છે. આ આવકમાં મહેસાણા અને કડી તાલુકાનો દબદબો રહ્યો છે. બંને તાલુકામાંથી જ રૂ.262.75 કરોડની આવક થઈ છે, જે જિલ્લાની કુલ આવકના આશરે 71 ટકા થાય છે. દસ્તાવેજોની સંખ્યામાં મહેસાણા તાલુકો 19,760 સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે 17,545 દસ્તાવેજ સાથે કડી બીજા ક્રમે છે. જોકે, આવકની દૃષ્ટિએ કડી તાલુકો રૂ.143.22 કરોડ સાથે જિલ્લામાં પ્રથમ સ્થાને છે. મહેસાણા તાલુકામાં રૂ.119.53 કરોડની આવક નોંધાઈ છે. કડી તાલુકામાં પણ રહેણાક અને કોમર્શિયલ મિલકતોના વ્યવહારોને કારણે આવકનું પ્રમાણ ઊંચું રહ્યું છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે મહેસાણા કરતાં કડીમાં 2,215 દસ્તાવેજ ઓછા નોંધાયા હોવા છતાં આવક રૂ.23.69 કરોડ વધુ થઈ છે. એટલે કે દસ્તાવેજોની સંખ્યા કરતાં મિલકતના વ્યવહારની કિંમત અને તેના આધારે વસૂલાતી સ્ટેમ્પ ડ્યુટીની આવક પણ મહત્ત્વની છે. બીજી તરફ સતલાસણા તાલુકામાં સૌથી ઓછા 1,038 દસ્તાવેજ નોંધાયા છે અને રૂ.3.07 કરોડની આવક થઈ છે. ખેરાલુમાં 1,428 દસ્તાવેજથી રૂ.4.22 કરોડની આવક નોંધાઈ છે. આમ, જિલ્લામાં મિલકતના વ્યવહારો અને તેમાંથી મળતી સરકારી આવકમાં તાલુકાવાર મોટો તફાવત જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે વર્ષ 2025માં જિલ્લામાં 73,311 દસ્તાવેજોથી રૂ.425.40 કરોડની આવક થઈ હતી. જ્યારે ચાલુ વર્ષના પ્રથમ 10 મહિનામાં જ રૂ.370.54 કરોડની આવક નોંધાઈ છે. બે મહિના બાકી હોઇ આવક હજુ વધશે.
    Click here to Read More
    Previous Article
    જિલ્લાના તમામ 10 તાલુકાના અધિકારીઓને CRS પોર્ટલના યુઝર આઇડી અપાયા:ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે જન્મ કે‎ મરણના દાખલા ટીડીઓ કાઢી આપશે
    Next Article
    પાલનપુર:શક્તિનગરથી અંબાજી રોડને જોડતા માર્ગ ઉપર પડેલું ગાબડું પુરી દેવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment