Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    QR કોડ સ્કેન કરી અનાજ આપવાની વ્યવસ્થા:અનાજ વિતરણ માટે PNB ડિજિટલ રૂપી એપ ડાઉનલોડિંગ પર તંત્રનું ફોકસ

    15 hours ago

    કચ્છ સહીત રાજ્યમાં રેશન કાર્ડ ધારકોને હવે સસ્તા અનાજની દુકાને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની કે સર્વર ડાઉન હોવાને કારણે ધક્કા ખાવાની સમસ્યાનો અંત આવશે. રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત હવે લાભાર્થીઓ માત્ર QR કોડ સ્કેન કરીને પોતાનું અનાજ મેળવી શકશે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં અમદાવાદ, આણંદ, સુરત અને વલસાડની દુકાનોમાં પ્રાયોગિક ધોરણે આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. કચ્છમાં પણ તંત્ર દ્વારા આ પ્રોજેક્ટની અમલવારી માટે જરૂરી PNB ડિજિટલ રૂપી એપ રેશનીંગની દુકાને આવતા ગ્રાહકોને ડાઉનલોડ કરવવામાં આવી રહી છે. જિલ્લા પુરવઠા કચેરીમાંથી મળેલી વિગતો મુજબ પાયલોટ પ્રોજેક્ટ માટે સેમિનારનું આયોજન પણ થઇ ગયું છે. અને હવે PNB ડિજિટલ રૂપી એપ રેશન કાર્ડધારકોને ડાઉનલોડ કરાવવા માટે જણાવ્યું છે. એપ ડાઉનલોડ કર્યા બાદ તેમાં રેશન કાર્ડધારકનું રજિસ્ટ્રેશન થાય છે. રજિસ્ટ્રેશન થયા બાદ રેશન કાર્ડધારકને કઈ વસ્તુ, કેટલા વજનમાં અને કેટલી કિંમતે મળશે તેનું કુપન જનરેટ થાય છે. જેના પછી એપથી OR કોડ સ્કેન કરવાનો રહેશે. આ QR કોડ દુકાનદારને ત્યાં લગાવેલો હોય છે. સ્કેન કર્યા પછી પીન નંબર નાખવો પડે છે. પીન નંબર નાખતાં જ રેશન કાર્ડ ધારકના વોલેટમાંથી રકમ કપાઈ જાય છે. બીજીતરફ દુકાનદારને પોતાના કોમ્પ્યુટરમાં રાશન કાર્ડધારકની તમામ વિગતો મળી રહે છે. જેમાં તેને કઇ-કઇ વસ્તુ આપવાની છે, કેટલી આપવાની છે તે માહિતી હશે. આ માહિતી પ્રમાણે દુકાનદાર લાભાર્થીને વસ્તુઓ આપી દે છે. જો રાશન કાર્ડધારકને કોઈ વસ્તુ લેવાની બાકી હોય તો બેલેન્સ બતાવશે. કચ્છમાં કુલ 2.62 લાખ ગ્રાહકો સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મેળવે છે. અનાજ મેળવતા તમામ ગ્રાહકોને આ એપ ડાઉનલોડ કરવા પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. જો કે આ પ્રાયોગિક ધોરણે કામગીરી થતી હોવાથી કોઈ ડેડલાઈન નક્કી કરાઈ નથી. જો કે આગામી સમયમાં તમામ ગ્રાહકો આ એપ ડાઉનલોડ કરી લેશે અને જ્યાં હાલ આ પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે, ત્યાના પરિણામોની સમીક્ષા કર્યા બાદ સમગ્ર રાજ્યમાં આ સીસ્ટમ અમલી બનાવાશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:કચ્છમાં ખેડૂતોને વળતર મુદ્દે ગેટકોમાં ગરબડ
    Next Article
    પ્રોજેક્ટ આગળ નથી વધી શક્યો:ઉત્તરગંગા (ખારી નદી) ઘાટ દોઢ વર્ષથી જુએ છે વિકાસની ‘વાટ’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment