Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રોજેક્ટ આગળ નથી વધી શક્યો:ઉત્તરગંગા (ખારી નદી) ઘાટ દોઢ વર્ષથી જુએ છે વિકાસની ‘વાટ’

    13 hours ago

    કચ્છમાં પર્યટકો માટે દર વર્ષે વધુ એક પર્યટન સ્થળ ઉમેરાય છે, તેમાં ભુજની ખારી નદી પર 12 કરોડના ખર્ચે ઘાટ બનાવવાની બે વર્ષ પહેલા જાહેરાત કરવામાં આવી હતી જેનો નકશો, પ્રોજેક્ટ રિપોર્ટ, એસ્ટીમેટ સર્વેની વિધિ પણ થઈ ગયા બાદ નદી પરથી બ્રિજ બનાવવો કે નહીં તે ફેરફારને લઈને પ્રોજેક્ટ આગળ નથી વધી શક્યો. હાલની સ્થિતિ શું છે તે બાબતે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે એક મહિના પહેલા જ પ્રવાસનના કમિશ્નર પ્રભવ જોશી સાથે વાત થઈ હતી. ટેન્ડર પ્રક્રિયા માટેની તૈયારીઓ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં આ વિધિ પૂર્ણ થતા એજન્સી નિમાઈ જતા કામ શરૂ થઈ જશે. જોકે એકાદ વર્ષથી ગતિ મંદ પડી ગઈ હોવાથી લોકો પણ આ જાહેરાતને ભૂલી ગયા હતા. ખારી નદીના કિનારે આશરે 12 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક ઉતરંગા નદી ઘાટનું નિર્માણ કરવામાં આવશે. શહેરના વિકાસમાં પ્રથમ વખત આ પ્રકારનો રિવરફ્રન્ટ સમાન પ્રોજેક્ટ અમલમાં મુકાઈ રહ્યો છે, જેનાથી ભુજના નાગરિકો અને પ્રવાસીઓને નદીકિનારે આધુનિક સુવિધાઓ સાથે આરામદાયક જાહેર સ્થળ મળશે. આ પ્રોજેક્ટ હેઠળ નદીના બંને કિનારે સુંદર ઘાટ, બેઠકોની વ્યવસ્થા, લેન્ડસ્કેપ ગાર્ડન, આકર્ષક લાઇટિંગ, સેલ્ફી પોઇન્ટ, ઓપન એમ્ફી થિયેટર, ફુવારા, તેમજ નદી પર ચાલવા માટે ફૂટબ્રિજ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. પ્રોજેક્ટનો હેતુ માત્ર સૌંદર્યવર્ધન નહીં પરંતુ ભુજના પર્યટન વિકાસને પણ નવી દિશા આપવાનો છે. શહેરમાં આવનાર પ્રવાસીઓ માટે આ સ્થળ વિશેષ આકર્ષણ બનશે અને સ્થાનિક લોકોને સવાર-સાંજ ફરવા માટે સુંદર જગ્યા ઉપલબ્ધ થશે તેવું ધારાસભ્યે ઉમેર્યું હતું. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ભુજનું આ નદી કિનારો શહેરના નવા લેન્ડમાર્ક તરીકે ઉભરશે. પ્રશાસનનું માનવું છે કે આ વિકાસથી શહેરના મધ્ય વિસ્તારમાં નવી આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે. ભૂતનાથ મહાદેવ મંદિર જીર્ણોધ્ધાર બાદ ભાવિકોની ભીડ જામે છે ખરી નદીને કિનારે ભૂતનાથ મંદિરનો જીર્ણોધ્ધાર થયા બાદ છેલ્લા ત્રણ વર્ષથી દરરોજ સવાર અને સાંજે દર્શનાર્થીઓની ભીડ જામે છે. ખાસ કરીને રવિ અને સોમવારે સાતસો થી હજાર લોકો આરતી દરમિયાન ત્યાં આવે છે. આ ઉપરાંત નદી કિનારે કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા શ્રાદ્ધકર્મ, તર્પણ વિધિ જેવી ક્રિયાઓ માટે ઉત્તરવહીની તટ પર આવે છે. ગુજરાતમાં માત્ર એકાદ બે મંદિર જ છે તેવું સપ્તર્ષિનું મંદિર પણ અહીં છે. ઘાટ બની જશે ત્યાર પછી લોકોની અવરજવર ખૂબ વધી જશે.
    Click here to Read More
    Previous Article
    QR કોડ સ્કેન કરી અનાજ આપવાની વ્યવસ્થા:અનાજ વિતરણ માટે PNB ડિજિટલ રૂપી એપ ડાઉનલોડિંગ પર તંત્રનું ફોકસ
    Next Article
    વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી:અસ્થમાના દર્દીઓને ધૂળ, ધુમાડો અને ધૂમ્રપાનથી દૂર રહેવું હિતાવહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment