Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી:અસ્થમાના દર્દીઓને ધૂળ, ધુમાડો અને ધૂમ્રપાનથી દૂર રહેવું હિતાવહ

    13 hours ago

    અસ્થમા અર્થાત્ દમ વર્તમાન સમયે આરોગ્યની એક સમસ્યા છે, ભારતમાં 35 મિલિયનથી વધુ લોકો દમથી પીડાય છે. દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના તબીબોએ દમના દર્દીઓએ લેવાની થતી કાળજી, વહેલું નિદાન અને સારવાર અંગે માર્ગદર્શન આપ્યું હતું. ડૉ.કલ્પેશ પટેલે કહ્યું કે, સામાન્ય રીતે લોકો અસ્થમાના શરૂઆતી લક્ષણોને નજર અંદાઝ કરતા હોય છે, પરિણામે પરેશાની વધી જાય છે. વારંવાર શ્વાસ ચડવો, થોડું ચાલવાથી કે સીડી ચડવાથી હાંફી જવાય, છાતીમાં જકડન લાગે, શ્વાસ લેવામાં મુશ્કેલી લાગે, ઠંડી હવામાં આવતા ઉધરસ જણાય, ગળામાં સિટી જેવો અવાજ આવે વિગેરે લક્ષણો દેખાય છે. જી.કે.માં દર મહિને સરેરાશ 100 જેટલા દર્દીઓ દમની સારવાર લે છે. કારણો અંગે તબીબોએ જણાવ્યું કે, ધૂળ, માટી, રજકણો અને પાળતુ જાનવરોના વાળ, ફંગસ એલર્જી, ધુમાડો, ધૂમ્રપાન વિગેરેને કારણે શ્વાસની નળીઓમાં સોજો વધી જાય છે, જેને કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ ઉપરાંત તણાવ, સખત પર્ફ્યુમ, ચેપ, ફ્લૂ અને શરદી પણ ભાગ ભજવે છે. સારવાર અંગે ડો.ફોરમ રૂપારેલએ જણાવ્યું કે,આજે પણ દમ માટે ઇન્હેલર્સ એક તાત્કાલિક જરૂરિયાત છે. ફાસ્ટફૂડ, ઠંડા દ્રવ્યો લેવાથી દૂર રહેવું, માસ્ક પહેરવું,વ્યાયામ અને મહેનતના કામ પહેલા ઇન્હેલર આવશ્ય લેવું અને શ્વાસ ચડે તો ઇન્હેલર અને દવા તબીબની સલાહ મુજબ જ લેવા જોઈએ. દમના દર્દીઓએ ફ્લૂની રસી લેવી હિતાવહ છે.
    Click here to Read More
    Previous Article
    પ્રોજેક્ટ આગળ નથી વધી શક્યો:ઉત્તરગંગા (ખારી નદી) ઘાટ દોઢ વર્ષથી જુએ છે વિકાસની ‘વાટ’
    Next Article
    Mohanlal Remembers 'Brother' Santhosh K Nayar After His Death, Mammootty Recalls Working With Him

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment