Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:કચ્છમાં ખેડૂતોને વળતર મુદ્દે ગેટકોમાં ગરબડ

    16 hours ago

    કચ્છમાં ગુજરાત સરકાર હસ્તકની ગેટકો કંપની દ્વારા પાવર કંપનીઓની જે મસમોટી વીજલાઇનો ખેડૂતોના ખેતરોમાંથી પસાર થાય છે તેના નામે વળતર આપવાના મુદ્દે મસમોટો ગફલો કરાયો છે, જે ખેડૂતોના ખેતરોમાંથી વીજલાઇન પસાર જ થતી નથી તેઓને વળતર ચૂકવીને બાદમાં એ રકમમાં ભાગબટાઇ કરાઇ હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. એટલું જ નહીં પણ એકાદ-બે બદલીઓ કરીને ભીનું સંકેલવાનો પ્રયાસ થતો દેખાય છે. ગેટકો કંપની દ્વારા વર્ષ 2022-23 દરમિયાન કુકમા-લાખોંદ 66 કેવી અને માધાપર-લોરિયા 66 કેવીની લાઇન નાખવામાં આવી અને વચ્ચે આવતા કુકમા, લેર, પુરાસર, સરસપર, નાગોર, કુનરિયા, રૂદ્રમાતા ગામોનાં ખેડૂતોને જમીનોના આધાર-પુરાવા મેળવી-તપાસીને લાખો રૂપિયાનું ચૂકવણું કરાયું પરંતુ આ ચૂકવણમાં 60થી 80 લાખ એવા ખેડૂતોને ચૂકવાયા જેમને ખુદને પણ જાણ નથી કે, નથી એમણે 7/12, 8-અ, હક્કપત્રક જેવા આધાર આપ્યા આજેય ખેતરોમાંથી ક્યાંયે વાયર પસાર થતા નથી અને એમને એક રાતીપાઇ પણ મળી નથી જ્યારે ગેટકોના ચોપડે તેમના નામ-રકમ-ચૂકવણું બોલે છે. જેમના નામે ખેતરનું તણખલું પણ નથી એમને વળતર ચૂકવાયું ભુજના ખેડૂત ખાતેદાર શશિકાંત ઠક્કરનું ખેતર કુકમા સીમમાં સર્વે નં.12 પૈકી 3માં એમના પાકમાં નુકસાની થઇ હોવાનું બતાવી પ્રતાપ નાનજી ખારેટ નામક વ્યક્તિને હજારો રૂા. ચૂકવાયા હવે મહત્ત્વની વાત એ છે કે, શશિકાંત ઠક્કરના ખેતરમાંથી ગેટકોની કોઇ લાઇન જ પસાર થતી નથી. આ ગફલો થયાની જાણ થતાં તેમના પુત્ર જય ઠક્કરે ગેટકો વડોદાર કચેરીએ ફરિયાદ કરી તંત્રનું ધ્યાન દોર્યું પણ... એ જ રીતે માધાપરનાં જ ખેડુ અગ્રણી હરીશ શીવજી પિંડોરિયાનું છે પુરાસર (તા. ભુજ)ના સર્વે નં.-131માં એમના ખેતરના નામે માવજી પ્રેમજી કાપડીને ભોપાળાની જાણ કરી છે પણ છ મહિના થઇ ગયા કોઇ ધા કે ફરિયાદ નથી. આવા તો ઘણા જ હોવાનો આક્ષેપ છે. ‘ગેટકો’ તપાસ કરાવશે | આ ફરિયાદ સંદર્ભે ‘દિવ્ય ભાસ્કર’એ ગેટકોના (પ્રોજેક્ટ) ચીફ એન્જિનિયર કુંદન રાઠોડનો સંપર્ક સાધતાં તેમણે આ તથા આવી કોઇ પણ ફરિયાદ હોય તો વડોદરા મોકલી આપવા ભારપૂર્વક જણાવી જો વજૂદ હશે તો કાયદાકીય પગલાં લેવાની ખાત્રી આપી હતી. વડોદરા સ્થિત ગેટકોના ચીફ જનરલ મેનેજર ફાયનાન્સ મોદીએ ફોન જ રિસીવ ન્હોતો કર્યો. કૌભાંડ કેમ થાય છે? | જે ગામમાં વીજલાઇનોનું કામ ચાલતું હોય ત્યાંના કોઇ પણ ખેડૂતના 7/12ના ઉતારા લઇને જે તે ગામના તલાટી તથા ગેટકોના ભ્રષ્ટ તત્ત્વો એ જમીનનાં આધાર પોતાના કોઇ મળતિયાના નામે બતાવી, એ મળતિયાની કહેવાતી ખેતર ખેડવાની સંમતિના પત્ર સાથે પંચનામામાં જાણે મૂળ માલિક હોય તેમ સહી કરાવે અને તલાટી સહમતી આપી (ઓળખ આપે) જેના નામનો ઉપયોગ થયો હોય તેને ચા-પાણીની રકમ આપી મસ મોટી રકમ ચાઉં થાય, કચ્છમાં આ બે લાઇનોમાં જ 50થી 60 બોગસ ખેડૂતોના નામે અંદાજે 80 લાખ ચૂપચાપ ચૂકવાયા હોવાનો આક્ષેપ છે. પારદર્શક્તાથી કામ બતાવો | કચ્છમાં ઠેર-ઠેર પાવર કંપનીના કામો ચાલે તેથી જે-જે ખેતરમાંથી ખેડૂતની જમીનમાંથી વીજલાઇન પસાર થાય તે ખેતર-ખેડૂતને કેટલું વળતર ચૂકવાયું તેનો પારદર્શક હિસાબ તંત્ર બતાવે તો પલળેલાઓના આવા ધંધા અટકે.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:સરકારી અધિકારીની ઓળખ આપી શખ્સે મહિલા પર દુષ્કર્મ આચર્યું, વીડિયો પણ ઉતાર્યો
    Next Article
    QR કોડ સ્કેન કરી અનાજ આપવાની વ્યવસ્થા:અનાજ વિતરણ માટે PNB ડિજિટલ રૂપી એપ ડાઉનલોડિંગ પર તંત્રનું ફોકસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment