Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:સરકારી અધિકારીની ઓળખ આપી શખ્સે મહિલા પર દુષ્કર્મ આચર્યું, વીડિયો પણ ઉતાર્યો

    16 hours ago

    રાજકોટમાં હ્યુમન રાઇટ્સમાં મોટા અધિકારી હોવાનું કહી એક શખ્સે 34 વર્ષીય ડાઇવોર્સી મહિલાને લગ્નની લાલચ આપી સપ્ટેમ્બર-2025 સુધી અનેકવાર હવસનો શિકાર બનાવી હોવાની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. અયોધ્યા ચોકમાં રહેતા કેયૂર જોશી નામના શખ્સે મહિલાનો ન્યૂડ વીડિયો ઉતારી, તેને વાઇરલ કરવાની ધમકી આપી બળજબરીથી શરીરસંબંધ બાંધ્યો હતો. ભક્તિનગર પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પીડિત મહિલાના 2022માં છૂટાછેડા થયા બાદ તે પોતાના પુત્ર સાથે રહેતી હતી. વર્ષ 2024માં મેટ્રિમોનિયલ સાઇટ મારફતે તેનો પરિચય અયોધ્યા ચોક પાસે સમન્વય પ્લસ એપાર્ટમેન્ટમાં રહેતા કેયૂર જયેશ જોશી સાથે થયો હતો. કેયૂરે પોતાની ઓળખ સરકારી અધિકારી તરીકે આપી મહિલાનો વિશ્વાસ જીત્યો હતો અને પુત્રની જવાબદારી સ્વીકારવાની ખાતરી આપી હતી. ડિસેમ્બર-2024માં આરોપીએ મિલપરા શિવમ એપાર્ટમેન્ટમાં પોતાની ઓફિસે મહિલાને બોલાવી નશીલું પીણું (ડ્રિંક) પીવડાવી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને શારીરિક સંબંધ બાંધતી વખતે મહિલાનો ન્યૂડ વીડિયો ઉતારી લીધો હતો, જેના આધારે તે સતત ધમકાવતો હતો અને અવાર-નવાર દુષ્કર્મ ગુજારતો હતો. દુષ્કર્મ આચર્યા બાદ પણ આરોપી અત્યારે મહિલાની ઓફિસે જઈ સંબંધ રાખવા દબાણ કરે છે અને રૂપિયાની માંગણી કરી રહ્યો છે. આરોપીની કરતૂતથી ત્રાહિમામ મહિલાએ અંતે હિંમત દાખવી ભક્તિનગર પોલીસમાં કેયૂર જોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેયુર જોશીની શોધખોળ આદરી છે.
    Click here to Read More
    Previous Article
    આયોજન:રજિસ્ટ્રેશન ફી કે લોકોની મર્યાદા વિના યોજાશે 25 દીકરીના સમૂહલગ્ન, 61 બટુકોની જનોઈ
    Next Article
    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:કચ્છમાં ખેડૂતોને વળતર મુદ્દે ગેટકોમાં ગરબડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment